Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા કચ્છના પ્રવાસે : સરહદી એરિયાની મુલાકાત અને સમીક્ષા

દરિયાઇ સરહદેથી મળતા કેફી દ્રવ્યો - હેરાફેરી મુદ્દે જરૂરી ચર્ચા કરીને આદેશો આપ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૩૦:  રાજયના પોલીસ વડા આશિષ ભાટિયા ગઈકાલથી કચ્છના પ્રવાસે છે. ગઇકાલે તેમણે અંજાર મધ્યે વેલસ્પન કંપનીના કોન્ફરન્સ હોલમાં સરહદી જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

જેમાં બોર્ડર રેન્જ આઇજી જે.આર. મોથાલીયા, પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના એસપી, પાટણ તેમ જ બનાસકાંઠાના એસપી ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ડીજી ભાટિયાએ ગુનાઓ અટકાવવા અંગે તેમ જ સરહદી વિસ્તારોની સુરક્ષા બાબતે અને દરિયાઈ સરહદેથી મળી આવતાં કેફીદ્રવ્યો અને તેની હેરાફેરી સહિતના મુદ્દે ચર્ચા કરી જરૂરી નિર્દેશો આપ્યા હતા.

આજે ડીજીપી આશિષ ભાટિયા મુન્દ્રા સહિતના કચ્છના અન્ય કોસ્ટલ મરીન પોલીસ સ્ટેશનોની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડીજીપી ત્રણ દિવસના કચ્છના પ્રવાસે છે. તેઓ રણ અને દરિયાઈ સરહદની મુલાકાત લે એવી શકયતા છે.

(11:28 am IST)