Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મોરબીના ઉમા ટાઉનશીપ અને લાતી પ્લોટમાંથી દારૂ સાથે બે ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૩૦: પોલીસ ટીમો દારૂની હેરાફેરી રોકવા સતત કાર્યરત હોય દરમીયાન શહેરના ઉમા ટાઉનશીપ નજીકથી એક ઈસમને ઝડપી લેવાયો હતો જયારે બીજી રેડમાં લાતીપ્લોટમાંથી એક શખ્શ દારૂ સાથે ઝડપાયો હતો.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ઉમા ટાઉનશીપ નજીકથી આરોપી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૦) રહે ઉમા ટાઉનશીપ મેઈન રોડ મોરબી-૨ વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૬ કીમત રૂ ૨૫૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે મોરબી એ ડીવીઝન પોલીસે લાતીપ્લોટ મુનનગર ચોક પાસેથી આરોપી વિમલ શીવાભાઈ સવસાણી રહે પંચાસર રોડ શ્યામ પાર્ક ૨ વાળાને ઈંગ્લીશ દારૂની ૧ બોટલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:55 am IST)