Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

મોરબીના જીઆઇડીસીમાં ગેસની લાઇનમાં આગ લાગતા ફાયરની ટીમ કાબુ મેળવ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૩૦: જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગેસની લાઈનમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને ફાયરની બે ટીમે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

જીઆઈડીસીમાં ગેસની લાઈનમાં આગ લાગ્યાની જાણ થતા મોરબી ફાયરની એક ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો જોકે આગ વધુ હોવાથી ફાયરની બીજી ટીમ પણ દોડી ગઈ હતી અને ફાયરની બે ટીમોએ મળી આગ પર કાબુ મેળવ્યો હતો ગેસની લાઈન માં આગ લાગતા થોડીવાર માટે લોકોના જીવ પડીકે બંધાયા હતા જોકે સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(9:55 am IST)