Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

પોરબંદરમાં મહિલા બુટલેટરની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા

ઘરકંકાસથી પતિએ હત્યા કર્યાની શંકા : પોલીસ દ્વારા પતિની અટકાયત :જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ તથા કમલાબાગ પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા

પોરબંદર, તા. ૩૦ : ઝુંડાળા વિસ્તારમાં મહિલા બુટલેગર જયશ્રીબેન ઓડેદરાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર જાગી છે.મહિલા બુટલેગર જયશ્રીબેન ઓડેદરાની આજે વ્હેલી સવારે તિક્ષ્ણ હત્યાની જાણ થતા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ તથા ડીવાયએસપી અને કમલાબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ. ઘર કંકાશમાં પતિ દ્વારા હત્યા થયાની આશંકા થતા પોલીસે પતિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પતિ - પત્નિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ હત્યા થયાનું બહાર આવ્યુ છે.

(3:50 pm IST)