Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

આંગણવાડીઓમાં નવજાત શીશુના વજન માટે વપરાતા ૧૮ વજન કાંટા સાથે જેતપુરનો શખ્સ ઝડપાયો

રાજકોટ, તા. ૩૦ : પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ની સુચના મુજબ જીલ્લામાં ચોરી ના   અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા મળેલ સુચના અન્વયે પોલીસ ઇન્સપેકટર એમ.એન.રાણા એલ.સી.બી.  આર.આર. નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. ના પો.હેડકોન્સ.  શકતિસિંહ જાડેજા તથા પો.કોન્સ.કૌશીકભાઇ જોષીને હકીકત મળેલ કે જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં  જીમખાના મેદાનમાં એક ઇસમ કોઇ ચોરી કે અન્ય છળકપટ કરી કોઇ ચીઝ વસ્તું મેળવેલ હોય તેનો નિકાલ કરવા  જવાનો છે.

દીલો ઉર્ફે રાજુ નાથાભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ. ૩૦  રહે. જેતપુર બળદેવધાર વાળાને પકડી તેની પાસે રહેલ પ્લાસ્ટીકના કોથળા ચેક કરતા તેમાંથી નવજાત શીશુના  વજન માપવા માટેના વજન કાંટા નંગ ૧૮ એપલ કંપનીના સીંબોલ વાળા જેમાં આઇ.એસ.આઇ. રજીસ્ટ્રેશન કેર  માર્ક હોય તે મળી આવેલ જે તમામ સરકારી સંસ્થા આંગણવાડીના ઉપયોગમાં લેવાતા હોય છે.

આ અંગે કોઇ બીલ કે અધાર પુરાવો હોય તો રજુ કરવાનું કહેતા પોતા પાસે કાંઇજ નહી હોય અને પોતે કોઇ  આંગણવાડી કે સંસ્થામાં કામ પણ કરતો ન હોય જેથી આ દીલો ઉર્ફે રાજુ નાથાભાઇ સોલંકી દેવીપુજક ઉ.વ. ૩૦  રહે. જેતપુર બળદેવધાર એ આ તમામ વજન કાંટા તાલુકા પંચાયત કચેરીની સંસ્થા આઇ.સી.ડી.એસ.  ઓફીસમાંથી ચોરી કરેલ હોય અથવા છળકપટ કરી મેળવેલ હોય તેવું જણાતા પકડી તેના વીરૂધ્ધ  કાયદેસર કાર્યવાહી કરેલ છે.

 એપલ કંપનીના સીંબોલ વાળા જેમાં આઇ.એસ.આઇ. રજીસ્ટ્રેશન કેર માર્ક વાળા કુલ ૧૮ વજન કાંટા  કી.રૂ. ૩૬૦૦૦/ - જપ્ત કરેલ છે.

આ કામગીરી  (૧) એમ.એન.રાણા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય  (૨) પો.હેડકોન્સ શકતિસિંહ જાડેજા,(૩) મહીપાલસિંહ જાડેજા ,(૪) અનીલભાઇ ગુજરાતી, (૫) પો.કોન્સ.  નારણભાઇ પંપાણીયા (૬) કૌશીકભાઇ જોષી (૭) દિવ્યેશભાઇ સુવાએ કરી હતી.

(3:50 pm IST)