Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

સુરેન્દ્રનગર જીલ્લાના જાહેર રસ્તા બન્યા ઉકરડાનું ઘર સપ્તાહથી સફાઇ થઇ નથીઃ વેપારીઓ દુર્ગધથી ત્રસ્વ

 વઢવાણઃ તા.૩૦,  સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર ના તમામ વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા અમુક વિસ્તારોમાં વહાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોવાની રાવ સુરેન્દ્રનગર જિલ્લામાં ફેલાઇ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારો માં અને મેઈન રસ્તા ઉપર કચરાના મોટા મોટા અવાર નવારનજરે પડે છે..

 ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના ઉતારા માં આવેલ પાછળના ભાગે છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતાનો ખૂબ અભાવ રહેલો છે આ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ પણ છેલ્લા એક માસથી ડોકાયા નથી અને હાલ આ વિસ્તારમાં વેપારીની દુકાનમાં સતત મોટા કચરાના ઢગ જામ્યા છે ખાસ આ વિસ્તારમાં શાકમાર્કેટ પણ આવેલી છે ત્યારે શાકમાર્કેટમાં નકામો કચરો પણ આ રોડ ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે.  વેપારીઓની દુકાનની આજુબાજુમાં કચરાના ઢગલાઓ થતા વેપારીઓમાં નગરપાલિકા સામે રોષની લાગણી ફેલાઇ છે ત્યારે મેન રોડ ઉપર અને ખાસ કરી ધાંગધ્રા ના ઉતારા ની આજુબાજુ ની ગલીઓમાં ૩૬ સ્વચ્છતાનો અભાવ છે અને આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના કચરો ઉદ્યરાવવા વાહન પણ ગ આવતા ન હોવાથી વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

  આ વિસ્તારમાં એક સપ્તાહથી કોઈપણ જાતની નગર પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ન ધારી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આગામી સમયમાં જો આ વિસ્તારના રોડ સફાઈ અને ઉકરડાના ઢગલા તાત્કાલિક હટાવવામાં આવે તેવી આ વિસ્તારનાં વેપારીઓ માંગ કરી રહ્યા છે ત્યારે શું નગરપાલિકા તંત્ર આગામી સમયમાં આ વિસ્તારમાંથી સફાઈ ક કરાવશે કે કેમ તે હવે જોવું રહ્યું.

(1:13 pm IST)