Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

કેશોદના મઢડામાં સોનલમાતાના જન્મોત્સવ સોનલબીજની ઉજવણીઃ માનવમેદની ઉમટીઃ કલાકારો ૩ કિ.મી. ચાલીને લોકડાયરામાં પહોંચ્યા

કેશોદ તાલુકાના મઢડા ગામે આવેલ સોનલધામ જયા દેશ વિદેશના ભાવિકો દર્શનાર્થે આવે છે. એવું લોકોની આસ્થાનું કેન્દ્ર સોનલધામ ખાતે શનિવારે આઇમાના ૯૬માં જન્મોત્સવ નિમિતે સોનલબીજનું મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં આઇમાના સામૈયા હવન, દાંડીયા રાસ અને સાંજે મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. જેમાં દેવાયતભાઇ ખવડ, માયાભાઇ આહીર દેવરાજભાઇ ગઢવી જીજ્ઞેશ બારોટ ગમન સોથલ હરેશદાન ગઢવી આદિત્ય ગઢવી બિહારી હેમુ ગઢવી સહિતના કલાકારોએ ડાયરાની રંગત જમાવી હતી. અને રાત્રે આ ડાયરાની મોજ માણવા માનવ મહેરામણ ઉમટી પડતા જાણે મહાશિવરાત્રીનો મીનીકુંભમાં ભરાયો હોય તેવું દૃશ્ય સર્જાયુ હતુ અને કાર્યક્રમ સ્થળે પણ મુકવાની જગ્યા પણ ન મળે તેવો માહોલ સર્જાયો હતો અને લોકડાયરામાં આવેલ દેવાયતભાઇ ખવડ, માયાભાઇ આહીર સહિતના કલાકારો ટ્રાફિકને લઇને ૩ કિ.મી. દુર વાહન પાર્ક કરી પગપાળા સ્ટેજ પર આવી પહોંચ્યા હતા. અને માનવ મેદની ઉમટી પડતા દેવાયતભાઇ ખવડ દ્વારા કાર્યક્રમમાં ડીસ્ટર્બ થતા વારંવાર શાંતી રાખવા લોકોને અપીલ કરવી પડી હતી. ઉપરોકત તસ્વીરમાં ડાયરાની રંગ જમાવતા દેવાયત ખવડ, હરેશદાન ગઢવી, દેવરાજ ગઢવી, માયાભાઇ આહીર, તેમજ જીજ્ઞેશ બારોટને બિરદાવતા દેવાયત ખવડ અને ઉમટી પડેલ મેદની નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:58 pm IST)