Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

૧૮ મહિનામાં 'મિશન મંગલ' અભિયાન સફળ : ડો. રીતુ કરીઢાલ

પ્રાંસલામાં આયોજીત 'રાષ્ટ્રકથા શિબિર'નો ત્રીજો દિવસ : પૂ. ધર્મબંધુજી સ્વામીની અધ્યક્ષતામાં આયોજીત શિબિરનો લાભ લેતા શિબિરાર્થીઓ

રાજકોટ, તા. ૩૦ : પ્રાંસલામાં પૂ. ધર્મબંધુજી પ્રેરિત રાષ્ટ્રકથા શિબિરનો આજે ત્રીજો દિવસ છે. દરરોજ શિબિરાર્થીઓને જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો ર્માદર્શન આપી રહ્યા છે.

આ રાષ્ટ્રકથા શિબિરના પ્રણેતા સ્વામી ધર્મબંધુજીએ રાષ્ટ્રકથા શિબિરનો ઉદ્ેશ દેશના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રીયતાનું સિંચન કરવાનો છે તેમ જણાવેલ. વધુમાં તેમણે મહાન રાષ્ટ્ર નિર્માણ માટે ૧૦ આદર્શોના પાલન કરવા પર ભાર મૂકયો હતો. ભારત રાષ્ટ્રમાં વિવિધ ધર્મ, સભ્યતાના લોકો વસે છે તો સહુની સાથે રહેતા અને સહુનું સન્માન જાળવતા શીખો, વ્યકિતગત ધાર્મિક, સંપ્રદાય માન્યતા તમારા અને તમારા ઘર સુધી જ સિમિત રાખો, ઘર બહાર મૂકવાની સાથે સંવિધાનનું પાલન કરો. રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય નેતાઓનું સન્માન જાળવો.

આ સાથે નૈતિકતા આધારીત જીવન જીવો સ્વંય શિસ્ત અને સમય પાલન કરો, અન્ય સાથે કરૂણાભર્યો વ્યવહાર દાખવો, રાષ્ટ્રને ખૂબ પ્રેમ કરો, કદાચી રાષ્ટ્રીય સંપતિને નુકશાન ના પહોંચાડો, હંમેશા પોતાની જાત સાથે સ્પર્ધા કરો અને પોતાની ઉણપો દૂર કરવા પ્રયતનશીલ રહો, જીવનના ધ્યયેને પામવા માટેનું ઝનૂન રાખો. પોતાના માતા-પિતા અને શિક્ષકને સદૈવ સન્માન આપો, ભારત સરકારના આદર્શ 'કલીન ઇન્ડિયા'માં યોગદાન આપો, સઆ સાથે પોતાના શરીર, મન, અને પ્રાકૃતિક સંપદાઓની પણ સ્વચ્છતા જાળવો અને દશમો આદર્શ છે પોતાના જ્ઞાનની સતત વૃદ્ધિ કરતા રહો.

'મંગળયાન' પ્રોજેકટ સાથે સંકળાયેલ ઇસરોના વૈજ્ઞાનિક ડો. રીતુ કરીઢાલએ પીપીટીની મદદથી એકદમ સરળ રીતે મંગળ યાન પ્રોજેકટની શરૂઆતથી માંડીને માત્ર અઢાર મહિનામાં સૌથી ઓછા ખર્ચે ખૂબજ ઓછા સંસાધનોની મદદથી અને પ્રથમ પ્રયત્ને કેવી રીતે મંગળ યાન પ્રોજેકટ સફળ નીવડયો તેની તલસ્પર્શી માહિતી આીપને શિબિરાર્થીઓને અભિભૂત કરી દીધા હતા.

(11:45 am IST)