Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ભાજપનો સૈનિક છું અને જનકલ્યાણ મારો જીવન મંત્રઃ બાબુભાઇ બોખીરીયા

પોરબંદર તા.૩૦ : ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયાએ જણાવ્યુ છે કે, ગુજરાતમાં ભાજપાની 'સૌના સાથ, સૌના વિકાસ' મંત્રને જનજનમાં સાકાર કરતી સરકારને પુનઃ સત્તાના સુત્રો ગુજરાતની જનતા જનાર્દને સોંપ્યા છે તે બદલ જનતા જનાર્દનને અભિનંદન આપુ છુ. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના વડપણ હેઠળની સરકારને શુભેચ્છા પાઠવુ છું.

તેઓએ જણાવ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મકતા અને એકાત્મતા એ આગવી વિશેષતા છે. ભાજપામાં જોડાતા કાર્યકરો માટે પદ કરતા પાર્ટીનું મહત્વ વધારે હોય છે. પાર્ટીમાં સતત જવાબદારી બદલાતી રહે છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, મારા નામ સાથે સાંકળીને કેટલીક બાબતો અખબારમાં અને ચેનલોમાં પ્રગટ થાય છે તે સત્યથી દુર છે. ભાજપા મારી માતૃ સંસ્થા છે. ભાજપાનો હું સૈનિક છું. પોરબંદર અને સમગ્ર ગુજરાતમાં જનજનનું કલ્યાણ મારો જીવનમંત્ર  છે. હું નથી દુઃખી કે નથી નારાજ. હું આનંદમાં છું અને સેવામાં કાર્યરત છું.

(11:22 am IST)