Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

૮૧ - ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારના અજાડ ટાપુ મતદાન મથક ખાતે બોટ દ્વારા પોલિંગ સ્ટાફને પહોંચાડવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. આજ રોજ ૮૧- ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારના અજાડ ટાપુ મતદાન મથક ખાતે બોટ દ્વારા પોલિંગ સ્ટાફને પહોંચાડવામાં આવ્યો હતો. અજાડ ટાપુ મતદાન મથક ટાપુ પર આવેલ છે.

 આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી ૧૩ કી.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત ૪.૩ નોટીકલ માઈલ દરિયાઈ મુસાફરી કરી મતદાન સ્ટાફને મતદાન ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. આ ટાપુ પર ૪૩ મતદારો નોંધાયેલ છે.
 જિલ્લાભરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.          

(8:26 pm IST)