Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિ ભોજન : પરિમલભાઇ નથવાણીની ઉપસ્‍થિતિ

ખંભાળિયા : ખંભાળીયા ખાતે કાલે યોજવામાં આવેલ રઘુવંશી જ્ઞાતિ ભોજન અત્રેની નવી લોહાણા મહાજન વાડી આવેલ. જેમાં રાજ્‍યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. જ્ઞાતિજનો સાથે હળવા મિજાજમાં એકાદ કલાક જેટલો સમય વિતાવ્‍યો હતો. સાથે સાથે જોધપુર ગેઇટ ખાતે સ્‍થાનિક ચુંટણીનું ચિત્ર માટે ઉમેદવાર સહિત જુદા-જુદા આગેવાનો સાથે ખાસ મુલાકાત યોજી હતી. ગઇકાલથી પરિમલભાઇ નથવાણીના આગમનથી અનેક રાજકીય સમીકરણો બદલાઇ ગયા હતા. (તસ્‍વીર - અહેવાલ : કૌશલ સવજાણી - ખંભાળીયા)

(1:49 pm IST)