Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જૂનાગઢ - ગીર સોમનાથ જિલ્લાની નવ બેઠકો પર ખરાખરીનો જંગ

ધુરંધર મહારથીઓની પ્રતિષ્‍ઠા દાવ પર : આજે ‘કતલની રાત' : આખરી વ્‍યૂહરચનામાં સૌ ઓતપ્રોત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩૦ : જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાની નવ વિધાનસભાની બેઠક પર ખરાખરીનો જંગ જામ્‍યો છે.ધુરંધર મહારથી-ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર છે.કાલે મતદાન છે.આજે ‘કતલની રાત' છે.રાજકીય પક્ષો-ઉમેદવારો આખરી વ્‍યુહ રચનામા ઓતપ્રોત છે.જબરી રાજકીય ઉત્તેજના પ્રવર્તે છે.

જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકો પર દ્રષ્ટીપાત કરીએ તો જૂનાગઢ, વિસાવદર, માણાવદર, કેશોદ, માંગરોળનો સમાવેશ થાય છે. જૂનાગઢની બેઠક પર ઉમેદવારોમાં (૧) સંજયભાઈ કોરડીયા-ભાજપ (૨) ભિખાભાઇ જોષી-કોંગ્રેસ (૩) ચેતનભાઈ ગજેરા-આપ (૪) મયુરભાઈ રાણવા-બસપા (૫) ગોરફાડ દિલીપકુમાર-ભારતીય જન પરિષદ (૬) ઘનશ્‍યામભાઈ મશરૂ-અપક્ષ (૭) મમતાબેન બોતવાડીયા (૮) શશીકાંતભાઈ રાવત-અપક્ષ (૯) હરેશભાઈ સરધારા-અપક્ષનો સમાવેશ થાય છે.

વિસાવદરની બેઠક પર ઉમેદવારોમાં (૧) હર્ષદભાઈ રિબડીયા-ભાજપ (૨) કરશનભાઈ વાડદોરીયા (૩) ભૂપેન્‍દ્રભાઈ ભાયાણી-આપ (૪) વાઘેલા મનસુખભાઈ-બસપા (૫) સમા ઈકબાલભાઈ-અપક્ષનો સમાવેશ થાય છે.

માણાવદરની બેઠક પર ઉમેદવારોમા (૧) જવાહરભાઈ ચાવડા-ભાજપ (૨) અરવિંદભાઈ લાડાણી-કોંગ્રેસ (૩) કરશનભાઈ ભાદરકા(આપ) (૪) મુછડીયા દેવદાનભાઈ-બસપા (૫) કરગીયા પરબતભાઈ-અપક્ષ (૬) મહેશભાઇ પરમાર-અપક્ષ (૭) રાઠોડ ભાવિનભાઈનો સમાવેશ થાય છે.

કેશોદની બેઠક પર ઉમેદવારોમા (૧) દેવાભાઈ માલમ-ભાજપ (૨) હીરાભાઈ જોટવા-કોંગ્રેસ (૩) રામજીભાઈ ચુડાસમા-આપ (૪) આંત્રોલિયા ધનાભાઈ-વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટી (૫) અલ્‍પેશભાઈ ત્રાંબડીયા-અપક્ષ (૬) અરવિંદભાઈ લાડાણી-અપક્ષ (૭) ડેડાણીયા લલીતકુમાર-અપક્ષનો સમાવેશ થાય છે.

માંગરોળની બેઠક પર ઉમેદવારોમાં (૧) ભગવાનજીભાઈ કરગઠીયા-ભાજપ (૨) બાબુભાઈ વાજા-કોંગ્રેસ (૩) પિયુષભાઇ પરમાર-આપ (૪) હંસાબેન માકડીયા-બસપા (૫) સુલેમાનભાઈ પટેલ-ઓલ ઈન્‍ડીયા મજલિસ એ-એતિહાદુલ મુસ્‍લિમીન (૬) હમીર ધામા-અપક્ષનો સમાવેશ થાય છે.

ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકો પર દ્રષ્ટીપાત કરીએ તો.. સોમનાથની બેઠક પર (૧) માનસિંગ પરમાર-ભાજપ (૨)ᅠ વિમલ ચુડાસમા-કોંગ્રેસ (૩) જગમાલ વાળા-આપ (૪)હમીર આંબેચડા-બસપા (૫) અ.સતાર પંજા-અપક્ષ (૬) ઈરફાન મુગલ-અપક્ષ (૭) ઈશ્વરલાલ સોનેરી-અપક્ષ (૮) મોતીવરસ દેવેન્‍દ્ર ધનજી-અપક્ષ (૯) ઉદય શાહ-અપક્ષ નો સમાવેશ થાય છે.

તાલાલાની બેઠક પર (૧) ભગવાનભાઈ બારડ-ભાજપ (૨) માનસિંગ ડોડીયા-કોંગ્રેસ (૩) દેવેન્‍દ્ર સોલંકી-આપ (૪) અબ્‍દુલ મજગુલ-અપક્ષ (૫) કરશન ચાંડપા-અપક્ષ (૬) જયેશ કામળીયા-અપક્ષ (૭) જયસુખલાલ ડાકી-અપક્ષ (૮) ફૈઝલ ઈબ્રાહીમ ઘામલોટ-અપક્ષ (૯) રફાઈ મહમદશા ઈકબાલશા-અપક્ષનો સમાવેશ થાય છે.

કોડીનારની બેઠક પર ઉમેદવારોમા (૧) ડો.પ્રદ્યુમન વાજા-ભાજપ (૨) મહેશ મકવાણા-કોંગ્રેસ (૩) વાલજી મકવાણા-આપ (૪) બાલુ સોસા-બસપા (૫) વાઢેળ દિપસિંહ-અપક્ષનો સમાવેશ થાય છે.

ઉનાની બેઠક પર ઉમેદવારોમા (૧) કે.સી.રાઠોડ-ભાજપ (૨) પુંજાભાઈ વંશ-કોંગ્રેસ (૩) સેજલબેન ખુંટ ‘આપ'નો સમાવેશ થાય છે.

(1:42 pm IST)