Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

સમસ્‍ત ભારતીય ભદ્રસમાજને મતદાનની અપીલ

  જૂનાગઢ : ગુજરાત વિધાનસભા ચુટણી-૨૦૨૨ના આ લોકશાહી પર્વની શાનદાર ઉજવણી તથા ગૌરવ વધારવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, રંગ-રૂપ, સંપ્રદાય, ભાષા અને પંથ વગેરે પાસાઓના ભેદથી ઉપર ઉઠીને ગુજરાત રાજ્‍યના તમામ નાગરિકો અવશ્‍ય મતદાન કરે તેવો શાષાી જયસ્‍વરૂપદાસજી (અંકલેશ્વર ગુરુકુલવાળા) એ સૌને સંદેશો પાઠવ્‍યો છે. અખંડ રાષ્‍ટ્રીયતા એ જ આપણું ગૌરવ છે. રાષ્‍ટ્રના ગૌરવ સાથે સમસ્‍ત ભારત દેશની જનતાનું ગૌરવ અને અખંડિતતા જોડાયેલી છે. રાષ્‍ટ્રને અખંડ બનાવવા સૌ ભારતીય નાગરિકો વધુ સક્રિય બને તેવી પ્રવર્તમાન સમયની માંગ છે.

(1:36 pm IST)