Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મોટુ સંગઠન હોવા છતા કોંગ્રેસીઓને ભાજપ કેમ પોતાનામાં ભેળવે છે?

બાબરામાં યોજાયેલી વિરજીભાઇ ઠુંમરની જાહેરસભા

બાબરા,તા.૩૦ : બાબરામાં નાગરિક બેન્‍ક ચોક ખાતે લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરના સમર્થનમાં જંગી જાહેરસભા યોજાય હતી જેમાં  વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરને સમર્થન આપી ભવ્‍ય વિજય આપવાનો કોલ આપ્‍યો હતો

 લાઠી વિધાનસભાના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ચારના અંતિમ દિવસની છેલ્લી સભામાં બરોબર ખીલ્‍યાં હતા અને કોંગ્રેસને નેસ્‍તનાબૂદ કરવાની વાતો કરતી ભાજપ દી  ઊગે અને કોંગ્રેસના અગ્રણીઓને ભાજપમાં ભેળવી રહી છે આટલું મોટું કાર્યકર્તાનું સંગઠન હોવા છતાં શા માટે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ લેવામાં આવી રહ્યા છે તેવો વેધલ સવાલ પણ કરવામાં આવ્‍યો હતો..

ચૂંટણી સમયે મોટી મોટી વાતો  કરવાની અને જનતા ને માત્ર ભ્રમિત કરવા છતાં ભાજપે કશું નહીં કર્યા ની વાતો કરી રાજ્‍ય અને કેન્‍દ્ર ની ભાજપ સરકારપર આકરા -હારો કર્યા હતા.

મોંઘવારીના કારણે સામાન્‍ય ગરીબ તેમજ મધ્‍યમવર્ગના લોકોને ગુજરાન ચલાવું મુશ્‍કેલ બન્‍યું છે વેપારીઓ જી. એસ. ટી. જેવા કાયદાઓના કારણે હેરાન પરેશાન બન્‍યા છે ખેડૂતોને પણ પાક વીમા સહિત અનેક પ્રશ્‍નો સતાવી રહ્યા છે યુવાનો બેરોજગારી માટે આમતેમ ભટકી રહ્યા છે તેમ છતાં  રાજ્‍ય સરકારનું પેટનું પાણી હલતું નથી ત્‍યારે ત્રણ દાયકાયાઓથી એકચક્રી સાશનમાં બેઠેલી ભાજપ સરકારને ઉખેડી ફેકવા અને કોંગ્રેસ તરફી જંગી મતદાન કરી વિજયી બનાવવા અપીલ કરી હતી. 

(1:26 pm IST)