Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ધોરાજીમાં ૧૦૦% મતદાન

નવતર પ્રયોગ

(ધમેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા.૩૦ : હંમેશા કંઈક નોખું કંઈક અનોખું અને પહેલ કરનાર આદર્શ એજ્‍યુકેશન સોસાયટીમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગળતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત નાટક દ્વારા અને અલગ અલગ અભિવ્‍યક્‍તિ દ્વારા વાલીઓ સો ટકા મતદાન કરે તે માટે -ોત્‍સાહિત કરવામાં આવી રહ્યા છે. આદર્શ એજ્‍યુકેશન સોસાયટીમાં અટલ પિંકરીંગ લેબ ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ રોબોટિક્‍સની સાથે સાથે ડ્રોનની તાલીમ પણ મેળવી રહ્યા છે. ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓ વચ્‍ચે લોકશાહી અને લોકતાંત્રિક ઢબે ચૂંટણીનો વિષય મૂકવામાં આવેલ અને તે વિદ્યાર્થીઓ પૈકી, રૂપાપરા જીલ તથા વિરડા સાક્ષી તથા માકડીયા આર્મી તથા ચલના મીત વચ્‍ચે ચૂંટણી જાહેર કરવામાં આવેલી હતી અને દરેક ઉમેદવારને તેમના નિશાન અનુક્રમે રેડિયો શંખ ફાનસ અને પતંગ આપવામાં આવેલ હતા.

વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં ઇલેક્‍ટ્રોનિક વોટિંગ મશીન બનાવેલું અને તેની કાઉન્‍ટિંગ પણ થાય તે રીતનું આખું આયોજન કરવામાં આવેલું હતું. લોકતાંત્રિક ડબ્‍બે જે રીતે ચૂંટણી કરવામાં આવે મતદાનના નિશાન કરવામાં આવે તે તમામ પ્રક્રિયા કરવામાં આવેલી ઓળખ પત્ર તરીકે શાળાનું આઈ કાર્ડ વાપરવામાં આવેલું અને આ ઇવીએમ મશીનમાં મતદાન ૧૦૦% થયું તમામ વિદ્યાર્થીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વિજેતા તરીકે રૂપાપરા જીલ ને વિજેતા ઘોષિત કરવામાં આવેલ તેમને કુલ ૧૪૭ મત મળેલા હતા એટલે કે બાકીના ઉમેદવારના ટોટલ મત જેટલા મત એકલા રૂપાપરા જીલને મળેલા હતા.

 આદર્શ એજ્‍યુકેશન સોસાયટી દ્વારા વાલીઓમાં પણ જાગળતિ આવે અને સો ટકા મતદાન થાય તે રીતે અપીલ કરવામાં આવી છે તથા વારંવાર સમાજ જીવન સાથે વિદ્યાર્થીઓને જોડી અને ટેકનોલોજી નો પણ ઉપયોગ કરી વિદ્યાર્થીઓની સમજ માટે આખી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવેલી હતી.

(12:05 pm IST)