Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

જસદણ વીંછિયા પંથકના મતદારોને મતદાન કરવા અપીલ

(હુસામુદ્‌ીન કપાસી દ્વારા) જસદણ તા. ૩૦ : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આજે ચૂંટણી પ્રચારના  ભૂંગળ શાંત થયાં છે એમાંય ખાસ કરોને આ વખતે ચૂંટણી લડાઈ કસોકસની છે મતદારોએ રાબેતા મુજબ જ મન અકળ રાખ્‍યું છે. ત્‍યારે પ્રથમ તબક્કામાં જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણીનું ગુરૂવારે મતદાન છે આ મતદાનમાં નાગરીકો પોતાનો કિંમતી સમય કાઢીને પણ અચૂક મતદાન કરે એવી અપીલ પત્રકાર હુસામુદ્દીન કપાસીએ કરી છે તેમણે જણાવ્‍યું હતું કે ઇસ્‍વીસન ૨૦૧૨ બાદ વિધાનસભાની ચૂંટણીમાં મતદારો એક ખરાં અર્થમાં નિરાશ રહ્યાં છે ત્‍યારે કોઇપણ ખોટી લાલચ વહેમમાં પડયાં વિના આળસ કર્યા વગર લોકશાહીને જીવંત રાખવા ૧૦૦ ટકા મતદાન કરે તે થકી લોકશાહીની પ્રણાલિકા વધું મજબુત બનશે.

(11:00 am IST)