Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મોટીપાનેલી શાળાના વિદ્યાર્થીઓની રેલી : મતદાન માટે સંકલ્‍પ

ટીપે ટીપે સરોવર ભરાય એક એક મતથી ભવિષ્‍ય ઘડાય ‘આપણે શું ??'ની માન્‍યતાને જાકારો આપો'ના નારા લગાવ્‍યા

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી, તા.૩૦: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ એક વિશાળ રેલી સમગ્ર ગામમાં કાઢવામાં આવેલ આગામી વિધાનસભાની ચૂંટણી જેનુ મતદાન પેલી તારીખે હોય જે સંદર્ભમાં બાળકોએ મતદાતાઓને જાગૃત બની સો ટકા મતદાન કરવા સારુ એક વિશાળ રેલીના માધ્‍યમથી મતદાતાઓના ઘરે ઘરે જઈને મતદાન ચોક્કસ કરીશના સંકલ્‍પ લેવરાવ્‍યા હતા અત્રેની શ્રી સરસ્‍વતી ધામ શાળાના બાળકોએ ‘આપણે શું??ની માન્‍યતાને જાકારો આપો'ના બેનર નીચે જંગી રેલી દ્વારા ગામના તમામ વિસ્‍તારો મોહનનગર, સીદસર રોડ, માંડાસણ રોડ, ફુલઝર સોસાયટી, ગાંધીસોસાયટી, મહાદેવ પરા, જલારામ મંદિર વિસ્‍તાર, ભરાડીયા વિસ્‍તાર, સ્‍ટેશન રોડ, પંચશીલ સોસાયટી, હાઈસ્‍કૂલ, પટેલ સમાજ, દાતારવાળી, ખારચીયા રોડ, દલિત સમાજ, કોળીવાસ, મસ્‍જિદ વિસ્‍તાર, આઝાદ ચોક, દાળમાં દાદા શેરી, રામ મંદિર, પોસ્‍ટ ઓફિસ રોડ, બસ સ્‍ટેન્‍ડ, લીમડા ચોક, શાક માર્કેટ વગેરે વિસ્‍તારોમાં ઘરે ઘરે અને દુકાનોમાં જઈને કાપલી વિતરણ કરી જાગો મતદાતાઓ જાગો ના નારા લગાવ્‍યા હતા બાળકોએ લોકોની કાપલીના માધ્‍યમથી સમજાવેલ કે ટીપે ટીપે સરોવર ભરાય એમ એક એક મત દ્વારા અમારું અને વિસ્‍તારનું ભવિષ્‍યનુ ઘડતર થાય છે બાળકોની વિશાળ રેલીને લોકોએ સન્‍માન આપતાં હોસે હોસે સંકલ્‍પ લઈને ચોક્કસ મતદાન કરવા જાસુની બાહેંધરી પણ આપી હતી બાળકોના આવા ઉમદા કાર્ય અને પ્રયાસોને ગ્રામજનો અને આગેવાનોએ બિરદાવ્‍યું હતું શાળાના શિક્ષિકા બહેનોને પણ ધન્‍યવાદ પાઠવ્‍યા હતા.

(10:09 am IST)