Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વિચારોનો દુષ્કાળ એ સમાજની સમસ્યા છે, વિચારે નહી અને વિચરે નહી તે માણસ ન કહેવાયઃ પૂ.રમેશભાઇ ઓઝા

ભાવનગરમાં રાઠોડ પરિવાર આયોજીત ભાગવત કથામાં 'પૂ. ભાઇશ્રી' એ ગુણવંતભાઇ શાહને યાદ કર્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. ભાવનગરમાં તા. ર૮ ને રવિવારથી રાઠોડ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે પ્રગતિ મંડળની વાડી વિજયરાજનગર વ્રજધામ ખાતે રાષ્ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે.

જેમાં આજે ત્રીજા દિવસે કથાનું રસપાન કરાવતા પૂ. ભાઇશ્રીએ જણાવ્યું હતું કે કોરોનાના વિપરીત કાળમાં કૃષ્ણની કરૂણાથી ચાલી રહેલ આ ભાગવત કથામાં સરકારશ્રીની ગાઇડ  લાઇન મુજબ મર્યાદીત સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણ તેમજ સોશ્યલ મીડીયા સાંદીપની ટીવી યુ-ટયુબ મારફત દેશ-વિદેશમાં કથા શ્રવણ કરતા શ્રોતાઓને વ્યાસપીઠ પરથી અભિનંદન પાઠવું છુ અને સ્વાગત કરુ છું.

પૂ. ભાઇશ્રીએ  ગુણવંત શાહને યાદ કરી અનેક કહયું કે વિચારોનો દુષ્કાળએ સમાજની મોટી સમસ્યા છે. વિચારે નહી અને વિચરે તે માણસ ન કહેવાય માણસે કયાંય રોકાયા વગર સતત ચાલતા રહેવા અને વહેતા રહેવા શીખ આપી હતી. આપણે ગુજરાતીમાં કહેવત છે ફરે તે ચરે બાંધ્યા ભુખે મરે માટે આપણે ચરવુ ફરવું પડે.

પૂ.ભાઇશ્રીએ વધુમાં જણાવેલ કે બને તેટલા પરમાર્થના કાર્યો કરી સમાજ રાષ્ટ્રને મદદરૂપ થવુ એ પણ આપણુ કર્તવ્ય ધર્મ છે. માટે પરમાર્થ જરૂરથી કરો તેમણે વધુમાં જણાવેલ કે પહેલાના સમય હાથે ઘંટલાથી દરણુ દરતા ઘંટીમાં ત્યારે બહેનોએ ડાંઇટીંગની જરૂર ન પડતી માટે પુરૂષાર્થી બનો.

(1:03 pm IST)