Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જુનાગઢમાં હેરાફેરી કરતી બે પિયાગો રિક્ષા ઝડપાઇઃ ૫૩ હજારનો વિદેશી દારૂ કબ્જે

જુનાગઢ, તા.૩૦: સરદારબાગ નજીક ગેઇટ પાસે એક પ્યાગો રીક્ષા રજી નં.જીજે-૧૭-ટીટી-૭ર૪૫માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો હેરાફેરી કરે છે. અને હાલ સગે-વગે કરવાની તૈયારી છે. જેથી તુરત જ સદર જગ્યાએ તપાસ દરમ્યાન હકિકત વર્ણનવાળી રીક્ષા ચેક કરતા રીક્ષાની પાછળની સીટ ઉપર તથા પાછળની સીટના પાછળના ભાગેથી

મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ. ની ૫૬ કિ.રૂ.૨ર,૪૦૦/, રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીશ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી બનાવટની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૧ કિ.રૂમ.૫,૫૦૦/, પ્યાગો રીક્ષા રજી નંબર જીજે-૧૭-ટીટી-૭ર૪૫ની કિ.રૂ.૫૦,૦૦૦/ મળી કુલ કો.રૂ.૭૭,૯૦૦/નો મુદામાલ મળી આવ્યો હતો.

બાદ સદરહું રેઇડની કાર્યવાહી ચાલુ હોય તે દરમ્યાન ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, દિનશેભાઇ કરંગીયાને સંયુકતમાં ખાનગી રાહે ચોકકસ હકિકત મળેલ કે, પ્યાગો રીક્ષા રજી નં.જીજે-૦૭-એટી-૨૮૬૯ રીક્ષાનો ચાલક પોતાના હવાલાની સદરહું રીક્ષામાં દારૂનો જથ્થો ભરી હેરા-ફેરી કરે છે. અને હાલ તેની આ પ્રવૃતિ ચાલુ છે. અને તે જૂનાગઢ, સીંધી સોસાયટીથી ગાંધીગ્રામ અંદરના વિસ્તારમાં હેરાફેરી કરે છે. તેવી હકિકત મળતા તુરત જ સદરહું હકિકત વાળી જગ્યાએ સીંધી સોસાયટીના નાકે હનુમાનની ડેરી પાસે વોચમાં હતા દરમ્યાન સદરહું હકિકત વર્ણનવાળી રીક્ષા આવતા તેને રોકાવવાનો ઇસારો કરતા અચાનક બ્રેક મારી રીક્ષા ચાલક દોડીને ભાગવા જતા પો.સ્ટાફએ પીછો કરી દોડીને પકડી પાડી સરદદહું રીક્ષામાં ચેક કરતા રીક્ષાની પાછળની સીટના પાછળના ભાગે મળી આવેલ.

લાખા પોલાભાઇ મોરી રબારી ઉ.વ.૩૨ રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, ધરમઅવેડા પાસેથી મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૬૩ કિ.રૂ.૨૫,૨૦૦/, પ્યાગો રીક્ષા રજી નંબર જીજે-૦૭-એટી-૨૮૬૯ની કિ.રૂ.૫૦,૦૦૦/, મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧,૦૦૦/ મળી કુલ કી.રૂ.૧,૫૩,૧૦૦/નો મુદામાલ કબ્જે કરાયો હતો.

આમ, ઉપરોકત બન્ને રેઇડો દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો તથા અન્ય મુદામાલ કબ્જે કરી સી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે અલગ-અલગ બે ગુન્હાઓ રજીસ્ટર કરવામાં આવેલ.

ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા.પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા

તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ બડવા, શબ્બીરખાન બેલીમ, વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા, કરશનભાઇ કરમટા, દિનેશ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:53 pm IST)
  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 30,664 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 94, 62, 739 થઇ : એક્ટીવ કેસ 4,35,176 થયા : વધુ 41,427 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,77,740 રિકવર થયા : વધુ 472 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37, 649 થયો access_time 12:12 am IST

  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST