Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

જામનગરમાં એરફોર્સના રહેણાંક મકાનમાંથી રૂ. ૧.૪૮ લાખના દાગીનાની ચોરી

જામનગર : અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં પ્રશાંતકુમાર પ્રેમનાથ વર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૧૧–ર૦૧૮ના રોજ પોતાના વતનમાં રજા ઉપર ગયેલ હોય અને તા.ર૮–૧૧–ર૦૧૮ ના રોજ રાત્રીના પોણા આઠેક વાગ્યે જામનગર એરફોર્સ–૧, કમ્પાઉન્ડ અંદર એસ.એમ.કયુ ૭૩૯/ર ગોલ્ડન જયુબલી પાર્કમાં આવેલા પોતાના ઘરે આવતા ઘરનું મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કોઈ અજાણ્યો ચોર ઈસમે ઘરમાં રહેલ લોખંડના કબાટ માથી સોના ચાંદીના દાગીના કુલ રૂ.૧૪૮૦૦૦ના મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા ત્રણ શખ્સો ઝડપાયા

અહીં સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ ડાયાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર, મટન માર્કેટ પાસે વલીમામદ અબ્બાસભાઈ કુરેશી, આરીફભાઈ અબ્દુલસતાર પંજુ, ઈકબાલભાઈ હાસમભાઈ ખુરેશી, રે. જામનગરવાળા જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી વર્લીમટકા નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.૧૦૧૯૦ તથા વર્લીમટકાના સાહીત્ય સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

દુકાનોના તાળા તપાસતો શખ્સ ઝડપાયો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, એસ.ટી.ડેપોની સામે, સજન ભીમરાવ દેવીદાસ તાપડે રે. જામનગરવાળો મોડી રાત્રીના અંધારામાં લાપતો છુપાતો દુકાનોના તાળા તપાસતો કોઈ મિલ્કત વિરૂઘ્ધનો ગુનો કરવાની તૈયારીમાં મળી આવતા ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

અહીં પંચ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુરેશભાઈ રામદેભાઈ ડાંગર, એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર ચોકડી, હાઈવે રોડ ઉપર પ્રકાશભાઈ મુળજીભાઈ ચૌહાણએ પાસ પરમીટ વગર એક અંગ્રેજી દારૂની આશરે પ૦૦ મીલી ભરેલ જેના લેબર ઉપર જોતા મેજીક મોન્ટસ, સ્મુથ ઓરેન્જ ફલેવોડ વોડકા, ફોર સેલ ઈન દમણ લખેલ શીલ તુટેલી અંગ્રેજી દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.૪૦૦ની પોતાના કબ્જામાં રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

(3:58 pm IST)