Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ધારીમાં ગરીબ લાભાર્થીઓને ગ્રામપંચાયત દ્વારા સનદ વિતરણ

ગરીબોને ઘરના ઘરનું સપનું સાકારઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

ધારી તા.૩૦: ધારી ગ્રામપંચાયત કચેરી ખાતે ગરીબ લાભાર્થીઓને મફત પ્લોટની સનદ અને કબ્જા પાવતીનું વિતરણ સરપંચ, ઉપસરપંચ અને સેક્રેટરીના વરદ હસ્તે કરાયું હતું એટલું જ નહીં પણ સ્થળ પર જ સોગંદનામા કરાવી કુલ ૭૯ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસોનો લાભ મળી રહે માટે ફોર્મ ભરી તાલુકા પંચાયતે પણ પહોંચતું કરી દેવામાં આવેલ પોતાના ઘરના ઘરનું સપનું પુરૂ થવા જઇ રહયું છે ત્યારે ગરીબ લાભાથીઓ રાજીના રેડ થઇ જવા પામેલ. સ્થળ પર જ સોગંદનામા કરાવી આપ્યા, હવે પ્રધાનમંત્રી આવાસનો લાભ પણ અપાવવામાં આવશે, સરપંચ જીતુભાઇ જોશી, ઉપસરપંચ જીજ્ઞેશગિરી ગોસાઇ, સેક્રેટરી સીમાબેન વેગડાના વરદ હસ્તે કબ્જા પાવતીનું વિતરણ કરાયેલ.

ધારી ગામમાં વસતા ગરીબ લાભાર્થીઓને સરકાર દ્વારા મફત પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેની સનદ અને કબ્જા પાવતીનું વિતરણ ગ્રામપંચાયત કચેરીના પરિસરમાં કરવામાં આવેલ કુલ ૭૯ લાભાર્થીઓને આ મફત પ્લોટનો લાભ મળવા જઇ રહયો છે ત્યારે લાભાર્થીઓના મુખ પર ઘરના ઘરનું સપનું પુરૂ થયાનો અહેસાસ તેમજ હરખ ઉડીને આંખે વળગતો હતો સરપંચ જીતુભાઇ જોશી, ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઇ, સેક્રેટરી સીમાબેન વેગડા, ખાસ અધિકારી બી.સી. ચૌહાણના વરદ હસ્તે સનદ અને કબ્જા પાવતીનું વિતરણ ગરીબોને કરવામાં આવેલ તમામ ગરીબોએ સરપંચ, ઉપસરપંચને આશિર્વાદ આપતા થાકતા ન હોય તેવું ચિત્ર ઉપસી બહાર આવેલ સ્થળ પરજ તમામ લાભાર્થીઓના સોગંદનામા કરાવી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવવાની ભલામણ કરતી દરખાસ્ત તાલુક પંચાયત ખાતે મોકલી આપવામાં આવેલ કાર્યક્રમને પાર પાડવા કર્મચારીઓ હર્ષદભાઇ, ભૈયાભાઇ, પંકજભાઇ, નારણભાઇ, રમેશભાઇ મકવાણા, પિન્ટુભાઇ, ભરતભાઇ, રહેનાઝબેન તેમજ બી.ટી. જાનીએ સતત જહેમત ઉઠાવેલ.

ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ

ધારી ગામમાં જગ્યા ન હોવાથી ગરીબો માટેના મફત પ્લોટ સ્થાનિક રેવન્યુ તાબાના હરિપરાના પરા એવા હિમખીમડીમાં આવેલા સર્વે નંબરમાં કલેકટર દ્વારા ફાળવવામાં આવેલ જે બાબતે હરિપરા ગ્રામપંચાયતે હાઇકોર્ટમાં પડકારી ત્યાં પ્લોટ ન ફાળવવામાં આવે તેવી દાદ માંગેલ જેની સામે સરપંચ જીતુભાઇ જોશીએ અને તેમની પંચાયતની ટીમ દ્વારા લડત ચલાવી કોર્ટનું જજમેન્ટ ધારી ગ્રામપંચાયતના ફેવરમાં આવે તેવી સતત જહેમત ઉઠાવેલ જેના ફળ સ્વરૂપ હવે ગરીબોને પોતાના ઘરના ઘરનું સપનું પુરૂ થવા જઇ રહયું છે.

(12:23 pm IST)