Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ઇશ્વરીયાના નાની બોરૂ ગામે મુસ્લિમ પરિવારે શ્રીમદભાગવત કથાનું રૂડુ આયોજન

ધર્મમાં નાત જાતના કયાંય વાડા નડતા નથી : વિશ્વાનંદમયી દેવીના મુખે થી સાત દિવસથી કથાનું શ્રવણ કરતા હિન્દુ-મુસ્લિમ પરિવારો

ઇશ્વરીયા તા ૩૦ : નાની બોેરૂ ગામે એક મુસ્લિમ શ્રધ્ધાળુએ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ભાગવત કથા યોજી, અહીં શ્રી વિશ્વાનંદમયી દેવી દ્વારા કથામૃત પાન કરાવાયું.

ગુરૂવાર તા.૨૨ થી બુધવાર તા.૨૮ દરમિયાન નાની બોરૂ ગામે એક મુસ્લિમ શ્રધ્ધાળુ કે જેઓએ અલગ અલગ  સ્થાનો પર ૧૫ જેટલા મંદિરોનું નિર્માણ કરેલ છે. તે શ્રી હબીબભાઇ હાલાણીએ ગામના સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ભાગવત સપ્તાહ કથા યોજી અને ગામમાં ધાર્મિક , સામાજીક એકતા માટે ઉતમ ઉદાહરણ પુરૂ પાડયુ ંછે.

અહિંશ્રી વિશ્વાનંદમયી દેવી (શિવકુંજ આશ્રમ જાવિયા) દ્વારા વિવિધ પ્રસંગોની ભકિતભાવ સાથે ઉજવણી કરીને ભાગવત કથામૃત પાન કરાવ્યું, ગામના તમામ જ્ઞાતિ જાતિના આગેવાનો સહિત આજુબાજુના ગામોના શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.

(12:20 pm IST)