Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ઉપલેટામાં જુગાર રેડમાં ૬ લાખનો તોડ કરનાર સામે તપાસ શરૂ

સી.આઇ.ડી. ક્રાઇમ દ્વારા લાગતા વળગતાના નિવેદન લેવાયા

ઉપલેટા, તા. ૩૦ : સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચાર અને લાંચીયા અધિકારીઓએ માજા મૂકી છે. ત્યારે સામાન્ય સ્તરથી લઇને ઉચ્ચ કક્ષાએ સી.બી.આઇ. અને સી.વી.સી. જેવી સંસ્થાઓ પણ લાંચકાંડમાં સંડોવાયેલ હોવાના છાસવારે સમાચારો વાંચવા મળે છે.આવા એક કિસ્સામાં છેલ્લા પાંચ માસથી સતત લડતા જુગાર કેસમાં ભ્રષ્ટાચારનો ભોગ બનેલ વ્યકિતની લડતના કારણે આવા લાંચીયા સામે તપાસનો દોર ચાલુ થયેલ છે.

આ બનાવની વિગત એવી છે કે આજથી પાંચ માસ પહેલા ઉપલેટાની એક વાડીમાં રાજકોટ રેન્જ આઇ.જી. ડી.એન. પટેલની સુચનાથી રેડ પડેલ હતી.

આ રેડ બાદ આ જુગારમાં પકડાયેલ આરોપીઓ પાસેથી છ લાખનો તોડ થયેલ જેમની ફરીયાદ આરોપીઓએ જામીન પર છૂટયા બાદ લાગતા વળગતા અધિકારીઓ અને રાજયના ગૃહ વિભાગમાં કરવામાં આવેલ ત્યાર બાદ છેલ્લા છ માસથી આ તોડની ફરીયાદ કરનાર ફરીયાદી દ્વારા સતત રજુઆતો ચાલુ રાખતા અંતે આ બાબતની ફરીયાદની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપાતા સી.આઇ.ડી. ક્રાઇમના અધિકારી આર.એસ. પટેલે ઉપલેટા આવીને આ બનાવમાં ફરીયાદી તથા સાહેદોના નિવેદનો દીધેલ છે આ બનાવમાં ટૂંક સમયમાં ફોજદારી ગુન્હો દાખલ થાય તેવા અણસર આવી રહ્યા છે. (૮.૬)

 

(12:19 pm IST)