Gujarati News

Gujarati News

News of Wednesday, 30th October 2019

દિવાળીના વેકેશનમાં જૂનાગઢમાં સક્કરબાગ ઝૂમાં માનવ મહેરામણ ઉમટ્યું :અનેક ઐતિહાસિક સ્થળોએ ભારે ધસારો

છેલ્લા બે દિવસમાં ૧૮ હજારથી વધુ લોકોએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી

જૂનાગઢ : દિવાળીના વેકેશનની રજાઓમાં જુનાગઢમાં અનેક ઐતિહાસિક સ્થળો પર લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. શહેરમાં આવેલ સક્કરબાગ ઝૂ ખાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ દિવાળી વેકેશનની રજાઓ માણવા ઉમટી પડ્યા હતા.

              જુનાગઢ શહેરના અનેક ઐતિહાસિક સ્થળો પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે શહેરમાં આવેલ સક્કરબાગ ઝૂ ખાતે રજાઓ માણવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. છેલ્લા બે દિવસમાં ૧૮ હજારથી વધુ લોકોએ સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. સકરબાગ ઝૂ જોઈને અહી આવતા સહેલાણીઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા. દૂર દૂરથી લોકો સકરબાગ ઝૂને નિહાળવા આવતા હોય છે ત્યારે રજાની સિઝનમાં લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી.

               જુનાગઢસક્કરબાગ ઝૂનાવેટરનરી ઓફિસર રિયાઝ કડિવારેજણાવ્યું હતુંકે,સક્કરબાગ ઝુ દર બુધવારના રોજબંધ રહેતો હોય છે,પરંતુ દિવાળીના વેકેશનની રજાઓને ધ્યાનમાં રાખી અહી આવતા પ્રવાસીઓ માટેબુધવારના રોજપણ સક્કરબાગઝૂ ખુલ્લુ રાખવામાં આવશે

(7:47 pm IST)