Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

રાપર પંથકના મોવાણાના માલધારીઓના 90 જેટલા ઘેટાના મોત :અરેરાટી

હિજરત કરીને રાધનપુરના શેરગંજ કોણ શિલામાં પડાવ નાખ્યો તો ;સૂકું ઘાસ ખાદ્યા બાદ અબોલ જીવની હાલત કથળી :અધિકારીઓ દોડ્યા

કચ્છના રાપર તાલુકાના મુવાડા ગામના માલધારીઓ તેમના ઘેટા માલ જીવાડવા માટે હિજરત કરીને રાધનપુર તાલુકાના શેરગંજ ગામની સીમમાં આવેલ હતા.ત્યારે સોમવારે રાત્રે સાડા આઠ કલાકના સુમારે ઝેરી ઘાસ ખાવામાં આવી જતાં ૯૦ જેટલા ઘેટા મરણ થતાં  ભારે અરેરાટી ફેલાઈ છે અને માલધારી પરિવારમાં રોકડ મચી હતી. ઘટનાને પગલે રાધનપુર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ અધિકારી સ્થળ પર દોડી ગયા હતા.

 

  અંગે મળતી વિગત મુજબ રાપર તાલુકાના આડેસર ગામની બાજુમાં આવેલ મોવાણા ગામના રબારી ખેતાભાઇ સનાભાઇ તેમના પરિવાર સાથે દુષ્કાળના કારણે હિજરત કરી તેમના પશુધન ઘેટા લઈને પાટણ જિલ્લા તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રે મોડું થતાં રાધનપુર તાલુકાના શેરગંજ કોન શીલા ગામે ખુલ્લા ખેતરમાં રાખી પડાવ નાખ્યો હતો. ત્યારે ત્યાં સુકુ ઘાસ ખાધા પછી અબોલ ઘેટાઓની હાલત કથળી હતી અને મારવા લાગ્યા હતા. જેમાં એક પછી એક 90 જેટલા ઘેટા મૃત્યુ પામતા ગામના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પશુધન નિરીક્ષકને જાણ કરવામાં આવી હતી. જોકે તેઓ પહોંચે તે પહેલા મુત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

(1:16 pm IST)