Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ભાવનગરઃ બેંક માંથી પેૈસા લઇને નીકળેલા ગ્રાહકને લુંટી લેવાના ગુનામાં ૭ આરોપીને પ વર્ષની સજા

આરોપીઓએ ગ્રાહકની આંખમાં મરચુ છાંટી હથિયારો સાથે ઘાડ પાડવાની કોશિષ કરી હતીઃ સેશન્સ કોર્ટે આપેલ ચુકાદો

ભાવનગર તા.૩૦: આજથી સાત વર્ષ પુર્વે ભાવનગર શહેરના વાઘાવાડી રોડ, એકસીસ બેંકમાંથી પૈસા લઇ નિકળનાર ગ્રાહક ઉપર ઘાડ પાડી, લૂંટ કરવા માટેના ગુનાહિત ઇરાદા સાથે આવેલ અને ઘાડ પાડવાની કોશીશ કરનાર સાત શખ્સો સામે જે-તે સમયે ભાવનગર એલસીબીના પીએસઆઇએ ફરિયાદી બની સ્થાનિક એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સુભદ્રા બક્ષીની અદાલતમાં ચાલી જતાં આ ગુન્હામાં સંડોવાયેલા સાત શખ્સો સામેનો ગુન્હો સાબિત માની તમામને પાંચ વર્ષની કેદની સજા અદાલતે ફટકારી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત તા. ૭-૫-૨૦૧૧ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે આતીશ ધીરૂ રાઠોડ વિજય ભાયા પરમાર રહે. ભાવનગર રમેક વના ગોહેલ, રાજુ ઉકામેર રાજુ સામન ચાવડા, રહે. સિદસર હનીફ જમાલ સોલંકી રહે. ભાવનગર, આ ગુનામાં મુકેશ ભગત મકવાણા, રહે. સોડવદરા નામના આરોપી હજુ પોલીસ પકડની બહાર હોય તેને શોધવા તજવીજ હાથ ધરાઇ છે. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પ એકસીસ બેંકમાંથી વધારે પૈસા લઇ નિકળનાર ગ્રાહક ઉપર ઘાડ પાડી લૂંટ કરવા માટેનો ગુનાહિત ઇરાદો સેવેલો અને તે ઇરાદો બર લાવવા આરોપીઓએ બેઝબોલના ધોકા, મરચું, લાકડી, લોખંડના પાઇપ, છરી સાથે તેમજ બાઇક ઉપર આવેલ. આરોપીઓએ આ કામના સાહેદ રઘુવીરસિંહ ઉર્ફે પિન્ટુભા ભરતસિંહ સાથે ઘાડ પાડવાની કોશીશ કરેલ. આમા આરોપીઓેએ આઇપીસી કલમ ૩૯૯,૪૦૦ તથા બીપી એકટ કલમ-૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુન્હો કરેલ.

આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સુભદ્રા બક્ષીની અદાલતમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો મોૈખિક પુરાવા-૧૦, દસ્તાવેજી પુરાવા-૬, સહિત તમામ વિગતો ધ્યાને લઇ ઉપરોકત તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૯૯,૪૦૦ મુજબના ગુન્હામાં તકસીરવાર દર્શાવી પ્રત્યેક આરોપીઓને આઇપીસી કલમ ૩૯૯ અન્વયે ગુન્હા પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૨,૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સજા આઇપીસીની કલમ ૪૦૦ના ગુન્હામાં તમામ આરોપીઓને પાંચ વર્ષની સજા અને રૂ. ૨,૦૦૦/- નો દંડ અને આરોપીઓ દંડ ન ભરે તો વધુ બે માસની સજા અદાલતે ફટકારી હતી.(૧.૮)

(11:40 am IST)