Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

જુનાગઢ જીલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્યબંધઃ કર્મચારીઓને હેડ કવાટર ન છોડવા આદેશ આપતા ઉપાધ્‍યાય

(વિનુ જોશી દ્વારા જુનાગઢ તા.૩૦ : જુનાગઢના  જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્‍યાયએ જણાવ્‍યું હતું કે ભારે વરસાદની સંભાવના હોવાથી જીલ્લાની તમામ શાળાઓમાં આજે  શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ કરાયો છે અને કર્મચારીઓએ શાળામાં હાજર રહેવા અને હેડકવાટર ન છોડવા ફરમાન કરાયું છે.
શ્રી ઉપાધ્‍યાયએ વધુમાં જણાવેલ કે જીલ્લાની તમામ પ્રાથમીક  આચાર્યો અને માધ્‍યમીક ઉચ્‍ચતર માધ્‍યમીક શાળાના તેમજ ટીપીઇઓ કેળવણી નિરીક્ષક બી.આર.સી.ને. એક વોટસએપ દ્વારા અને ઇમેઇલથી પરિપત્ર પાઠવી ગત રાત્રે શાળાઓમાં શૈક્ષણિક કાર્યબંધ રાખવા આદેશ કરાયો છે. જેમાં જુનાગઢ જિલ્લા કલેકટર વતી જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત આદેશમાં જણાવ્‍યું છે કે ભારે વરસાદની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ જિલ્લાની શાળઓમાં રજા જાહેર કરવા જણાવેલ બાદમાં શ્રી ઉપાધ્‍યાય દ્વારા જીલ્લાભરની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા સુચના આપવામાં આવેલ. અને આજ સવારથી શાળાઓમાં શૈક્ષણિક કાર્યબંધ રહયુ હતુ.

ઘેડ વિસ્‍તારમાં પુરની પરિસ્‍થિતીને પહોંચી વળતા એસડીઆરએફની ટીમ સ્‍ટેન્‍ડ બાયઃ કેશોદઃ તાલુકાનાં ઘેડ વિસ્‍તારમાં પસાર થતી સાબળી નદી, ઓઝત નદી અને ટીલોળી નદી, ઉતાવળીયા નદી કિનારે આવેલા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવતાં અને ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરની પરિસ્‍થિતિને પહોંચી વળવા એસડીઆરએફ ની ટીમ તૈનાત રાખવામાં આવી છે. કેશોદ તાલુકાનાં દ્યેડ પંથકમાં કોઈપણ પ્રકારની સ્‍થિતિ સર્જાઈ તો તુરંત જ કેશોદ ખાતે રાખવામાં આવેલ એસડીઆરએફ ની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી શકશે. કેશોદ મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે અને કેશોદ પંથકમાં કોઈપણ પ્રકારની મુશ્‍કેલી ઉભી થાય તો તુરંત જાણ કરી શકે છે.

 

(2:03 pm IST)