Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સાંજે ગોંડલમાં ધોધમાર 2 ઇંચ વરસાદ :માર્કેટ યાર્ડના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ

યાર્ડમાં છેલ્લા બે દિવસમાં 90000 થી પણ વધુ ગુણી મગફળીની આવક :તૈયાર મગફળી પલળતા ખેડૂતોના પેટ ઉપર પાટુ ખાવાનો વારો આવ્યો

ગોંડલમાં સવાર થી ગરમી તેમજ બફારા બાદ મોડી સાંજે કાળા ડિબાંગ વાદળો થી આકાશ ઘેરાયું હતું અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને શહેર ના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.સતત બે દિવસ થી શહેર અને ગ્રામ્ય માં વરસતા વરસાદ ને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા.મગફળી નો પાક વરસાદી પાણી ના પ્રવાહ માં તણાયો હતો

 .બીજી બાજુ સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ કે જ્યાં સિઝન દરમ્યાન મગફળી ની વિપુલ પ્રમાણ માં આવક થતી હોય છે ત્યારે છેલ્લા 2 દિવસ માં 90000 થી પણ વધુ ગુણી મગફળી ની આવક થવા પામી હતી ત્યારે આજે સાંજે ધોધમાર 2 ઇંચ વરસાદ પડતાં ગોંડલ  માર્કેટ યાર્ડ ના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલી મગફળી પલળી ગઈ હતી.ખેડૂતો ના તૈયાર મગફળી પલળતા ખેડૂતો ના પેટ ઉપર પાટુ ખાવાનો વારો આવ્યો હતો.

(8:13 pm IST)