Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

અમરેલીમાં સાર્વત્રીક વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી : ધાતરવડી ડેમ ફરી છલકાયો :બે દરવાજા અડધો ફૂટ ખોલાયા

રાજુલા પંથકમાં વરસાદથી ડેમ ઓવરફ્લો : ખાખબાઈ, વડ, છતડીયા, હીડોરાણા સહિતના ગામોને એલર્ટ કરાયા

અમરેલી જિલ્લા પર ચાલુ વર્ષે મેઘરાજા વધારે પડતાં મહેરબાન થયા છે. સીઝનમાં એકધારા પડેલા વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા અમરેલીમાં કહેર વરસાવી રહ્યા છે. આજે બપોર પછી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ ખાબકતાં જગતના તાતની ચિંતા વધી ગઈ હતી.

રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ધાતરવાડી ડેમ-2 ફરી છલકાયો હતો. ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, વડ, છતડીયા, હીડોરાણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

(7:58 pm IST)