Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જસદણમાં ગેરકાયદે બાંધકામ પાછળ ચાલી રહેલુ કૌભાંડ !!

જસદણ,તા. ૩૦: નગરપાલિકા વિસ્તારમાં બેફામ મંજૂરી વગર ચાલતા બાંધકામ બંધ થશે કે નહીં ? તેવો સવાલ ચર્ચાઇ રહ્યા છે. નગરપાલિકામાં કોઇ પણ જાતની બાંધકામ મંજૂરી લેતા નથી અને મોટા પાયે ગેરરેતિ થાય છે. અમુક પ્લાન પાસ થઇ જાય છે જો આ તમામ તપાસ થાય તો મોટું કૌભાંડ પકડાઇ એવું છે. ખોટા પ્લાન્ટ સાઇન કરીને પાસ કરવામાં આવે છે. કાયદેસરના પગલા ભરવા જોઇએ અને આ કૌભાંડ બહાર આવશે તો કેટલાયના તપેલા ચડી જાય એવું છે અને કેટલા લોકોને પગ નીચે રેલો પણ આવશે તેથી તાત્કાલિક તપાસ થાય તેવી માંગણી પ્રવર્તે છે.

(11:30 am IST)