Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વડિયા ગ્રામપંચાયતના નેજા હેઠળ તાલુકા પંચાયત પેટા તિજોરી કચેરી વડિયા ખસેડવા માંગણી

છગન ઢોલરીયા, તુષાર ગણાત્રા અને શૈલેષ ઠુંમ્મરના નેતૃત્વમાં આગેવાનોએ આવેદનપત્ર આપ્યુ

 

(ભીખુભાઈ વોરા દ્વારા) વડિયા, તા.૩૦: ગુજરાતની વર્તમાન સરકાર લોકોના પ્રશ્નો નિવારવા સતત ગતિશીલ રહેછે તેવું અનેક નેતાઓના ભાષણોમાં સાંભળવા મળે છે અને ઘણી બાબતોમાં લોકો પણ સ્વીકાર કરે છે. અમરેલીના છેવાડાના તાલુકા મથક વડિયાના કુલ ૪૫ ગામોનો તાલુકો છે. આ તાલુકા ની મોટાભાગની કચેરીઓ જેવી કે મામલતદાર ઓફિસ, પોલીસ સ્ટેશન,ન્યાય મંદિર, રજિસ્ટ્રાર, સીટીસર્વે, એસબીઆઈ બેન્ક અને પીજીવીસીએલ જેવી કચેરીઓ વડિયામાં આવેલી છે.

જયારે તાલુકા પંચાયત કચેરી કુંકાવાવ મા આવેલી હોય અનેક સરકારી કામો મા લોકો ને વડિયા અને કુંકાવાવ વચ્ચે ધક્કાઓ થતા હોય લોકોનો સમય અને ખર્ચ નો વ્યય થતો હોય ઉપરાંત તાલુકાના તલાટી મંત્રીઓ અને બીજા કર્મચારીઓને પણ બંને કચેરી વચ્ચે ની કામગીરી નુ સંકલન સાધવા મુશ્કેલી થતી હોય તલાટી મંત્રીઓને તો કુંકાવાવ કચેરી થી ચલણ ના નાણાં ભરવા વડિયા બેન્ક મા આવવું પડતું હોય ઉપરાંત વડિયા મા આવેલી પેટા તિજોરી કચેરી થોડા વર્ષો પેહલા બગસરા ખાતે ખસેડાતા લોકો ને કામ માટે બગસરા જવું પડતું હોય આમ આ વિસ્તારના લોકોની અનેક મુશ્કેલીઓ સામે આવતા વડિયા ના ઉપ સરપંચ છગન ઢોલરીયા ના નેતૃત્વ મા આ વિસ્તાર ના આગેવાનો અને સંસ્થાઓ સાથે જોડાયેલ લોકો એ સાથે મળી ને વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી ને વડિયા ગ્રામપંચાયત ના લેટરપેડ પર આવેદનપત્ર આપી કુંકાવાવ મા આવેલી તાલુકા પંચાયત કચેરી અને બગસરા ખાતે ટ્રાન્ફર કરેલી પેટા તિજોરી કચેરી વડિયા મુકામે ખસેડવામાં આવે તો વડિયા ગ્રામ પંચાયત દ્વવારા જમીનની ફાળવણી કરી અને અન્ય કોઈ જરૂરિયાત ઉભી થશે તો તે પણ પૂર્ણ કરવા ની સહમતી આપી ને અહીં તાલુકાની તમામ કચેરીઓ એકજ સ્થળે બનાવવામા આવે તો લોકોની મુશ્કેલી ઓનો અંત આવશે તેવી માંગણી કરવામાં આવી છે.

આ બાબતની લેખિત રજુઆત મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, પંચાયત મંત્રી,અમરેલી કલેકટર, અમરેલી સંસદકાછડીયા , ધારાસભ્ય ધાનાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડને કરવામાં આવી છે આવનાર દિવસો મા વડિયા તાલુકા ના સરપંચો અને સંસ્થાઓને સાથે લઇ ને આ કચેરીઓ વડિયા ખાતે લાવવા અને લોકો ની સમસ્યાઓ નિવારવા ચળવળ ચાલુ કરવામાં આવશે તેવું છગન ઢોલરીયાએ જણાવેલ હતું.

(11:23 am IST)