Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હલેન્ડા પાસે ખાડાના કારણે નડયો અકસ્માતઃ વૃદ્ધ ઈજાગ્રસ્ત

આટકોટ, તા. ૩૦ :. રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર આવેલ હલેન્ડા ગામ પાસે રોડ ઉપર પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાતા વૃદ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બાઈક નં. જીજે ૦૩ કેએ ૦૭૩૮માં જઈ રહેલા વૃદ્ધને ખાડાના કારણે અકસ્માત નડતા ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા ઉદયભાઈ ગરૈયા સહિતના સેવાભાવીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વૃદ્ધને તાત્કાલીક સારવાર મળે તે માટે પ્રયત્નો કર્યા હતા.

(4:15 pm IST)