Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ધારી નજીક જંગલમાં સાળા/બનેવીને પ્રાણીએ ફાડી ખાધા

ચાંપાથળમાં દિપડાએ બાળકને ફાડી ખાધો ફફડાટ

અમરેલી તા. ૩૦ : જિલ્લામાં જંગલની હદ તથા આજુબાજુના વિસ્તારોમાં હિંસક પ્રાણીની અવ જવ વધી હોય અને માનવ જીવ ઉપર હુમલા કરી મોત નિપજાવ્યાની ઘટના બની રહી છે. અને અલગ-અલગ બે બનાવમાં એક બાળક સહિત ત્રણને ફાડી ખાતા ફફડાટ વ્યાપી ગયો છે.

વિગતો એવા પ્રકારની છે કે ધારી નજીક જંગલને અડીને આવેલા ઘોડાસણની સડકે મોણવેલ ગામની સીમ તરફ જઇ રહેલા મોણેલના સગા- સાળા-બનેવી મનસુખભાઇ અરજણભાઇ વાળા ઉ.૪પ તથા કરશનભાઇ ભીખાભાઇ સાગઠીયા ઉ.૪૦ રે. જાબુડા ઉપર અચાનક કોઇ હિંસક વન્ય પ્રાણીએ હુમલો કરી ગંભીર ઇજા કરી મોત નિપજાવી તથા અમરેલીના આપાજાળીમાં સિમમાં ચિરાગ પારસીંગભાઇ કટારાએ રે. દાહોદ ઉપર દિપડાએ હુમલો કરી મોત નિપજાવી ફાડી ખાઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાતા તપાસ હાથ ધરી હતી.

(1:20 pm IST)