Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઉના પાસે ટ્રકમાં ગોળના ખાલી ડબ્બામાં છુપાવેલ અઢી લાખનો દારૂ ઝડપાયો

ઉના તા. ૩૦: પોલીસે ટ્રકમાં ગોળના ખાલી ડબ્બામાં ટ્રકમાં છુપાવી લઇ જવાતો ૩૩૩ નંગ બોટલ વિદેશી દારૂ ત્થા બિયર ટીન ૪૬ રૂ. ર લાખ ૪ર હજાર ૭૦૦ મુદામાલ સાથે ૧ પકડાયો ર ના નામ ખુલતા તેને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર. એન. રાજયગુરૂ ત્થા એએસઆઇ એસ. આર. વાઝાં કમલેશભાઇ જગમાલભાઇ, મેહુલસિંહ પ્રતાપસિંહ, ધર્મેન્દ્રસિંહ હંશરાજભાઇ એ ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર કોળીવાડાનાં ચાર થાંભલા પાસે એક ટ્રક નંબર જીજે-પ એવી ૬૯૬૧ બાતમીના આધારે રોકાવી ચાલક આદિલભાઇ રફીકભાઇ સીદીકી શેખ રે. ઉના કોર્ટ વિસ્તાર પુછપરછ કરી ટ્રકની તપાસ કરતા ખાલી પતરાનાં ડબ્બામાં સંતાડી લઇ જવાતો પરપ્રાંતનો ઇંગ્લીશ દારૂ જુદી જુદી બ્રાન્ડનો ૩૩૩ નંગ બીયર ટીન-૪૬ મળી રૂ. ૩૭,૭૦૦નો દારૂ મોબાઇલ ફોન-૧ રૂ. પ૦૦૦/- ટ્રકની કિંમત મળી રૂ. ર લાખ ૪ર હજાર ૭૦૦નો મુદામાલ પકડી પુછપરછ કરતાં આ દારૂ ઉનાનાં કોર્ટ વિસ્તારમાં રહેતા શકિત ચૌહાણ દિવ-ઘોઘલા વાળો આપી ગયાનું કોડીનાર રહે઼તા મોસીન હાલાઇ નામના માણસ.ને આપવાનું કહેતા બન્ને સામે ગુન્હો નોંધી પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

(12:16 pm IST)