Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભાવનગરમાં ૧ વર્ષની બાળકીને બીજા બાળકે સાણસી મારતા મોત

ભાવનગર તા. ૩૦: શહેરનાં સરીતા સોસાયટી શેરી નં. ૧૧ માં રહેતાં દિનેશભાઇ પોપટભાઇ સરવૈયાની પુત્રી જાનવી ઉ.વ. ૧ તેનાં ઘેર અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે રમતા-રમતા એક બાળકે જાનવીનાં માથાનાં ભાગે સાણસી મારતાં તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

(12:16 pm IST)