Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઘેડ પંથકમાં ૧૦ ઇંચઃ ગોસા દેરોદર એરંડા સહિત ગામો બેટમાં

ખેતરોમાં મગફળી સહિત પાક ધોવાય ગયોઃ ઘરમાં પાણી ઘુસ્યાઃ ટીવી સહિત ઉપકરણોને નુકસાનઃ કાંધલભાઇ જાડેજા અસરગ્રસ્તોની વહારે

 ગોસા (ઘેડ) તા. ૩૦: ઘેડ પંથકમાં બે દિવસમાં ૧૦ ઇંચ વરસાદ વરસી જતાં ઘેડના ગોસા દેરોદર એરડા ભત્રાળા સહિત ગામોમાં બેટમાં ફેરવાયાં છે. મગફળી સહિત પાક ધોવાય ગયેલ છે. ગામોમાં કેડ સમા પાણી ભરાયેલ છે ઘરમાં પાણી ઘુસી જતાં ટીવી કોમ્પ્યુટર સહિત ઇલેકટ્રીક ઉપકરણોને નુકશાન થયું છે. ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા ઘેડ પંથકની ગઇકાલે મુલાકાત લઇને અસરગ્રસ્તોની વ્યથા જાણી અને તમામ મદદ પહોંચાડવા ખાતરી આપી હતી. નવાગામથી મિત્રાળા દેરોદર એરડા જવાનો રસ્તો પાણી ભરાવવાને લીધે બંધ થઇ ગયેલ છે આજે સવારે ધીમી ધારે વરસાદ ચાલુ રહેલ હતો.

પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારના ગોસા ઘેડ, દેરોદર મિત્રડા એરંડા સહિતના ગામોમાં છેલ્લા બે દિવસથી અતિ ભારે વરસાદને કારણે દશ ઇંચ જેવો વરસાદ પડતા તેમજ ઉપરવાસથી વરસાદી પાણી અને ગામનો વરસાદી પાણી ભેગો થતા દરોરદ એરડા ગામમાં તેપાણી ફરી વડયા અને ગામમાં ખેતીની જગ્યામાં છાતી સરખા પાણીભ રાઇ જવાથી તેમજ પંચાયતોમાં રાખેલા ટીવી કોમ્પ્યુટર સહિતના વીજ ઉપકરણો પાણીમાંડુબમાં જવાથી નિષ્કામ થઇ ગયા છેતેમજ લોકોની ઘરવખરી તેમજ અન્ય ભારે નુકસાન થયેલી છે આ બાબતે ખેડુતોને મગફળીના પાકનો થયેલ સત્યનાશ તેમજ અન્ય વરસાદી પાણીના કારણે થએલી નુકશાનીનો સર્વે તાત્કાલીક ધોરણે હાથ ધરવા બુલંદ માગણી ઘેડ વાસીઓમાંથી ઉઠવા પામે છ.ે

તેમજ નવાગામ રાજપરા એરડા નેરાણા સહિતના ગામના રસ્તાઓ ઉપર કેડ સમા પાણી ભરાઇ જતા રસ્તાઓ બંધ થઇ જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે.

(12:06 pm IST)