Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

માણાવદર પંથકમાં ૬ થી ૮ ઇંચ વરસાદ

માણાવદર તા. ૩૦ : પંથકમાં ફરી મેઘરાજાએ અને ઉપરથી હાથિયા નક્ષત્ર બેસતા જ હાથિયાએ સૂંઢ ફેરવી હોયતેમ ગત રાત્રીથી ઝંઝાવાતી ૬ થી ૮ ઇંચ વરસાદથી સમગ્ર પંથક ફરી જળબંબાકાર થઇ ગયો છ.ે ૬ થી માંડેને ૮ ઇંચથી વધુ વરસાદે નદી-નાળા ડેમો ખેતરો જળબંબાકાર થઇ ગયા છે. આ વરસાદના કારણેજાંબુડા ગામનો ડેમ, દગડ ડેમ સણોલરા ડેમ ત્થા રસાલા ડેમો વરસાદથી ઓવરફલો બેકાંઠે જાય છે જે પાણીના જથ્થો બાંટવા ખારાડેમમાં ઠલવાતા સવારથી ૯ દરવાજા ૩ ફુટ ખોલી છેલ્લી ૧૦ કલાકથી પાણી છોડાય રહ્યું છે જે છ મહિનાથી વધુનો જથ્થો વહી ગયો છે હજી ૩ દરવાજા ખુલ્લા રાખી છોડાયા રહ્યું છે બુરી-જીલાણા સરદારગઢ ૭ થી ૮ ઇંચ જીંજરી ૭ માણાવદર કોડી-ગળવા-૬ થી વધુ વરસાદ પડી ગયોહતો.

(12:05 pm IST)