Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

હળવદમાં બે દિવસથી ભરપુર વરસાદઃ સામતસર તળાવ ભરાયું

હળવદઃ શનિવાર સાંજથી હળવદમાં આવી પહોંચેલી મેઘ સવારી રવિવાર આખો દિવસ અને આખી રાત્રીના પણ ચાલુ રહી હતી. જેનાથી તમામ માર્ગો પાણી પાણી થઇ ગયું હતું જયારે હળવદનું સામતસર તળાવ ભરાય ગયું છે. આ વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કપાસ, તલ અને મગફળીના પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. છેલ્લા બે દિવસથી બજારો પણ સુમસામ બની રહેવા પામી છે. (તસ્વીર-અહેવાલઃ દિપક જાની-હળવદ)

(12:05 pm IST)