Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

જૂનાગઢનો રસ્તો બંધ : કુતિયાણામાં થેપડા ઝાંપા, રબારીવાસ સહિત વિસ્તારોમાં ૩ થી ૪ ફૂટ પાણી : એનડીઆરએફ દ્વારા બચાવ કાર્ય

ઉપરવાસના ડેમમાંથી દરવાજા ખોલાતા કુતિયાણામાં પાણી ભરપૂર રેલાયા : નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા

 કુતિયાણા, તા. ૩૦ : કુતિયાણામાં ભારે વરસાદ તેમજ ધોરાજી ઉપલેટા પંથકના ડેમના દરવાજા ખોલવામાં આવતા કુતિયાણામાં પાણી ફેલાય ગયેલ છે. કુતિયાણા જુનાગઢ રોડ ઉપર પાણી ભરાતા જુનાગઢ જવાનો રસ્તો બંધ થયેલ છે. આજે સવારે પણ કુતિયાણા-જુનાગઢ રોડ ઉપર પાણી ભરાયેલ છે.

કુતિયાણાના થેપડા ઝાંપા રબારીવાસ તથા નીચાણવાળા વિસ્તારોમાં ૩ થી ૪ ફુટ પાણી ભરાયેલ છે. એન.ડી.આર.એફની ટુકડી ગઇકાલે રાત્રે આવેલ અને બચાવ કાર્ય હાથ ધરેલ હતું. નીચાણવાળા વિસ્તારોમાંથી માલધારીઓને ઢોર ઢાંખર સહિતને સલામત સ્થળે ખસેડવામાં આવેલ છે.

નગર પાલિકા તંત્ર દ્વારા ગઇકાલે નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા ચેતવણી આપીને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઇ હતી. કેટલીક જગ્યાએ માલધારીઓ બચાવ માટે રોડ ઉપર આવી ગયા હતાં. ત્યારબાદ એન.ડી.આર.એફ. ટુકડી દ્વારા સલામત સ્થળે આશરો આપેલ છે.

(11:59 am IST)