Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

માળીયા હાટીનાની મેઘલ નદીમાં ઘોડાપુર : ભાખરવડ ડેમ ઓવરફ્લો :

નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા : લોકોને નદી કિનારે નહિ જવા સૂચના

માંગરોળ પંથકમાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વરસી રહયો છે ત્યારે  માળીયા હાટીનામાં આવેલી મેઘલ નદિમાં ઘોડાપૂર આવ્યું છે. મેઘલ નદી પર આવેલો ભાખરવડ ડેમ પણ ઓવરફ્લો થતાં નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારે ન જવાની સૂચના અપાઇ છે.

(11:12 pm IST)