Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ઉપલેટા ભાયાવદર રોડ અતિ બિસ્માર

ઉપલેટાઃ ગઢાળાના સરપંચ નારણભાઇ આહીર માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવી તેમાં જણાવેલ છેકે ઉપલેટા ખાખીજાળીયા ભાયાવદર ૮ કિલોમીટરનો રોડ ચોમાસામાં પડેલ વરસાદને કારણે ઠેર ઠેર મોટા ગાબડાઓ પડી ગયેલ હોય જેને કારણે આ રોડ પરથી મોટી સંખ્યાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને અવાર નવાર નાના મોટા અકસ્માતો થાય છે. ત્યારે આ રોડ તાત્કાલિક રીપેર કરવા પત્રમાં માગણી કરેલ છે અને ચિમકી આપતા જણાવેલ છે કે તાત્કાલિક આ રોડ રીપેર કરવામા નહી આવે તો આજુ બાજુના ગામના લોકોને સાથે રાખી જલદ આંદોલન કરવામા આવશે તેવી ચીમકી અપાય છે. બીસ્માર રોડની તસ્વીર.

(12:13 pm IST)