Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

પેટ્રોલીયમ પ્રવાહી બાયો ડીઝલનો જથ્થો લીટર ૫૦૦૦ કિં.૩ ર૫ ૦૦૦ તથા ટેન્કર કિં. ૪ 00 00૦0 નો મુદામાલ પકડી પાડતી પધ્ધર પોલીસ

ભુજ :બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસીંગની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. આઈ.એચ.હિંગોરા તથા પધ્ધર પોલીસ સ્ટેશનના સભ્યો સાતમ આઠમના તહેવાર અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ રાણાને મળેલ બાતમી હકીકત આધારે ધાણેટી ઉગમણી સીમ ખારા વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં તપાસ કરતા બાવળોની ઝાડીઓ પાસે વાઘજી ઉર્ફે વાઘાભાઈ વાલાભાઈ માતા(આહીર)( રહે.ધાણેટી તા.ભુજવાળા)ના કબ્જા ભોગવટાના એક નંબર પ્લેટ વગરના જુના ટેન્કરમાંથી બાયોડીઝલ(જ્વનશીલ પ્રવાહી) લીટર ૫૦૦૦ કિં.રૂ.૩,૨૫,૦૦૦ તથા ટેન્કરની કિંર.૪,૦૦,૦૦૦ મળી આવતા જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજનાઓની રાહબરી હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી કબ્જે કરવામાં આવેલ છે અને હાજર નહી મળી આવેલ વાઘજી ઉર્ફે વાઘાભાઈ વાલાભાઈ માતા(આહીર) (રહે.ધાણેટી તા.ભુજવાળા) વિરૂધ્ધ તથા તપાસમાં જે પણ આરોપીઓ જણાઈ આવે તેમના વિરૂધ્ધ કાયદેસર ફરીયાદ નોધી ગુનો દાખલ કરવામાં આવેલ છે.
 મુદ્દામાલમાં (૧) એક ટેન્કર જેના નંબર 0-05-00 7778 કિ.રૂ.૪,૦૦,૦૦૦ (ર) ટેન્કરમાં ભરેલ બાયોડીઝલ આશરે ૫૦૦૦/લીટર કિ.રૂ।.૩,૨૫,૦૦૦/કુલ્લે કિં.ર્‌.૭,૨૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે

આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.આઈ.એચ.હિંગોરા, એ.એસ.આઈ. મુકેશભાઈ ડાંગી, ઇન્દ્રસિંહ ઝાલા પો.હેડ કોન્સ.પૃથ્વીરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. મેહુલભાઈ ગઢવી, સંજયભાઈ રબારી, ભાવેશભાઈ પરમાર વિગેરે જોડાયેલ હતા.

(11:07 pm IST)