Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

કાટમાળ પછી કેમેરા કૌભાંડ કચ્છ -જિલ્લા પંચાયતની સભામાં ભડકો

ભાજપના ૮ નારાજ સભ્યો ગેરહાજર, શિક્ષણ, આરોગ્ય અને માર્ગ મકાન વિભાગમાં મોટાપાયે ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપોથી સામાન્ય સભા ગાજી

ભુજ, તા.૩૦: કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ભાજપ માટે મૂંઝવણભરી રહી. પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, ઉપપ્રમુખ નિયતિબેન પોકાર, સચિવ ડીડીઓ પ્રભવ જોશીની ઉપસ્થિતમાં યોજાયેલી આ સામાન્ય સભામાં શાસકપક્ષ ભાજપ માટે બેવડી રીતે મૂંઝવણભરી રહી. એકબાજુ ભાજપ ના ૮ નારાજ સભ્યો ગેરહાજર રહ્યા. જે પૈકી ભાજપના બે સભ્યો કરસનભાઈ મંજેરી, કાનાભાઈ આહીર અગાઉ થી જિલ્લા ભાજપ ના પ્રમુખ કેશુભાઈ પટેલ ને રાજીનામા આપી ચુકયા છે. દરમ્યાન કોંગ્રેસના સભ્યોએ કચ્છની પ્રાથમિક શાળાઓમાં સીસી ટીવી કેમેરા વગર ટેન્ડરે લગાડીને એક જ કોન્ટ્રાકટરને ૧ કરોડ ૯૦ લાખ રૂ. ચૂકવી દેવાના મુદ્દે આક્ષેપો કર્યા હતા. ૧૩ હજાર ના કેમેરાના ૭૬ હજાર રૂ.  ચૂકવીને ભૂકંપ ના કાટમાળ કૌભાંડ જેવું જ કેમેરા કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આ ઉપરાંત આંગણવાડીના કામ શરૂ કર્યા વગર જ કામ શરૂ થયું છે એવા આક્ષેપ સાથે વીંઝાણ ગામનું ઉદાહરણ અપાયું હતું. જિલ્લા ના ગાંધી વિદ્યાલય માં વગર ટેન્ડરે જ ભોજન પ્રક્રિયા શરૂ કરવાનો મુદ્દો કોંગ્રેસે ઉપાડ્યો હતો. તો, કચ્છના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં પ્રસૂતા માતાઓની પ્રસુતિ ન થતી હોવાના કોંગ્રેસના આક્ષેપ અને ઉદાહરણ થી ભાજપ ભીંસમાં મુકાયો હતો. એવીજ હાલત રોડ રસ્તાના મુદ્દે પણ ભાજપ માટે મૂંઝવણ સર્જી હતી.(૨૩.૧૧)

(4:05 pm IST)