Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

આટકોટના કૈલાસનગરમાં પ્રદીપ દાફડાને હડધુત કરી કલ્પેશ ઉર્ફે વિક્રમ અને કિશને માર માર્યો

રાજયો અને વિપલો કયાં રહે છે સરનામું પુછવા બાબતે ડખ્ખો કર્યોઃ ભરવાડ અને રજપુત શખ્સ સામે એટ્રોસીટી

રાજકોટ, તા., ૩૦: આટકોટના કૈલાશનગરમાં ભરવાડ અને રજપુત શખ્સોએ રાજયો અને વિપલો કયાં રહે છે કહી સરનામુ પુછવા બાબતે ઝઘડો કરી દલીત યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી માર માર્યાની ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આટકોટના કૈલાસનગરમાં રહેતો અને રીક્ષા ચલાવતો પ્રદીપ દેવજીભાઇ દાફડા (ઉ.વ.ર૩) ત્રણ દિવસ પહેલા તેના મિત્રો વિજય, સુધીર અને શૈલેષ સાથે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે ગોંડલના મોટા દડવા લાવડીયા શેરી કાનપર ચોકડી પાસે રહેતા કલ્પેશ ઉર્ફે વિક્રમ ખોડા બતાડા અને મોટા દડવા હવેલી શેરીમાં રહેતો કિશન જુવાનસિંહ ચોૈહાણ (રજપૂત) બંન્ને જી.જે. ૧-૯૭૧૭ નંબરની ઇકોમાં આવી વિક્રમ ભરવાડે ઇકો કાર પ્રદીપના પગ પાસે ઉભી રાખી ' રાજયો ઇકો વાળો તથા વિપલો કયાં રહે છે! તેમ પુછતા પ્રદીપે ' બંન્ને કયા રહે છે તે ખબર નથી' તેમ કહેતા વિક્રમ ઇકો કાર નીચે ઉતરી પ્રદીપ દાફડા સાથે બોલાચાલી કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઉશ્કેરાઇ જઇ બંનેએ દલીત યુવાનને ઢીકાપાટું માથાના ભાગે ડડુ ફટકારી ઇજા કરી હતી અને બળજબરીથી ઇકોમાં અપહરણ કરી માર માર્યો હતો. દરમ્યાન ત્યાંજ ગેરેજ ધરાવતો ભાવેશ કોળી આવી જતા તેણે બંનેને સમજાવતા પ્રદીપને ઇકો કાર માંથી નીચે ઉતારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ભાગી ગયા હતા આ અંગે પ્રદીપ દાફડાએ આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.

(3:58 pm IST)