Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

વિરપુર પાસે ચાલુ કારમાં જુગાર રમતા ૭ પકડાયા : ૫.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે

જુગારીયાઓનો નવતર કિમીયો... પણ પોલીસની નજરમાંથી છટકી ન શકયા...

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો (નીચે બેઠેલા) સાથે પોલીસ કાફલો નજરે પડે છે.

રાજકોટ તા. ૩૦ : જુગારીઓ પર પોલીસની ભીંસ વધતા નવતર કિમીયા અજમાવી રહ્યા છે. વિરપુર પોલીસે ચાલુ કારમાં જુગાર રમતા ૭ શખ્સોને ૫.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. ભરવાડ, જેતપુર વિભાગ દ્વારા વિરપુર (જલારામ) પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિબીશન તેમજ જુગાર સબંધી ગુન્હાઓ ડિટેકટ કરવા સુચનાઓ આપવામાં આવેલ.

ઙ્ગજે અનુસંધાને વિરપુર (જલારામ) પો.સ્ટે ના ભ્લ્ત્ આર.ડી.ચૌહાણની સુચનાથી એએસઆઇ મહેશભાઈ પઢીયાર,  હેડ કોન્સ. ભરતભાઈ કોચરા,  પ્રતાપસીંહ જાડેજા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રતાપસીંહ જાડેજાને બાતમી મળેલ કે 'રાજકોટ તરફથી એક સફેદ કલરનીઙ્ગમારૂતિ અર્ટિગા વ્હિલ ગાડીમાં બેઠેલા માણસો પૈસા પાના વતી તીનપતીનો હારજીતનો જુગાર ચાલુ ગાડીએ રમે છે અને જેતપુર તરફ જાય છે તેમ ચોક્કસ મળેલ બાતમી આધારે વોચ રાખી બાતમી વર્ણનવાળી ગાડી પીઠડીયા ટોલનાકા પાસેથી પસાર થતા ગાડી તેમજ તેમા બેસેલ માણસોને જોતા જુગાર તેમજ રોકડ સાહીત્ય સાથે મળી આવતા ડ્રાઈવર સહીતના કુલ સાત આરોપી (૧) મીથુનભાઈ ગોવિંદભાઈ પટેલ, ઉ.વ.૩૫, રહે- કુકરવાડા તા.વિજાપુર જી.મહેસાણા તથા (૨) મીતુલભાઈ ચંદુભાઈ પટેલ ઉ.વ. ૨૯ રહે વિસનગર જી.મહેસાણા તથા (૩) નવનિત કુમાર રમણલાલ પટેલ ઉ.વ.૩૭ રહે વિસનગર જી.મહેસાણા તથા (૪) જીજ્ઞેશભાઈ બાબુભાઈ પટેલ ઉ.વ. ૨૭ રહે વિસનગર જી.મહેસાણા તથા (૫) પ્રકાશકુમાર નાગરભાઈ પટેલ ઉ.વ.૩૫ રહે વિસનગર જી.મહેસાણા તથા (૬) કર્મભાઈ જેન્તીભાઈ પટેલ ઉ.વ.૨૬ રહે વિસનગર જી.મહેસાણા તથા (૭) ડ્રાઈવર કમલેશભાઈ જેતાભાઈ પટેલ ઉ.વ. ૩૭ રહે- કુકરવાડા તા.વિજાપુર જી.મહેસાણાને ગંજીપાના, રોકડા રૂ. ૫૮૧૮૦, મોબાઈલ ફોન નંગ-૭, કિ. રૂ. ૨૯૦૦૦ તથા ફોર વ્હિલ મારૂતિ અર્ટિગા ગાડી નંબર ઞ્થ્ ૦૨ ગ્ણ્ ૬૨૭૧ કિ.રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ. ૫,૮૭,૧૮૦ મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી.

(3:58 pm IST)