Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

અણીયારાની ઘરફોડીનો ભેદ ઉકેલતી આજીડેમ પોલીસઃ હાર્દિક ખેર પકડાયો

અગાઉ ચોરીઓ કરી હોઇ શંકાને આધારે રજપૂત શખ્સને પોલીસે ઉઠાવ્યો ને ભેદ ખુલ્યોઃ સરધારના પીએસઆઇ જી.એન. વાઘેલાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૩૦: સરધારના અણીયારા ગામમાં છ દિવસ પહેલા ભરવાડ પરિવારના ઘરમાં થયેલી ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાખી આ ગામના જ રજપૂત શખ્સ હાર્દિક ડાયાભાઇ ખેર (ઉ.૨૩)ને કડી લઇ રૂ. ૩૦ હજારની રોકડ કબ્જે લીધી છે. તહેવાર નજીકમાં હોઇ મોજશોખ માટે આ ચોરી કર્યાનું તેણે રટણ કર્યુ છે.

અણીયારા ગામમાં રહેતાં રિક્ષાચાલક લાખાભાઇ નાથાભાઇ ડાભી (ઉ.૩૫) નામના ભરવાડ યુવાનના ઘરમાંથી ૨૩મીએ રૂ. ૩૦ હજારની રોકડની ચોરી થઇ હતી. આ બારામાં આજીડેમ પોલીસને જાણ કરતાં પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં સરધાર આઉટ પોસ્ટના પીએસઆઇ જી. એન. વાઘેલા, કોન્સ. જયેનદ્રભાઇ દવે, હેડકોન્સ. કાળુભાઇ, કોન્સ. રૂપેશભાઇ ડાંગર સહિતે તપાસ શરૂ કરી હતી.

દરમિયાન પીએસઆઇ જી.એન. વાઘેલાને ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ ચોરીઓમાં સંડોવાઇ ચુકેલા અણીયારાના હાર્દિકની આ ગુનામાં સંડોવણી હોઇ શકે છે. તેના આધારે તેને ઉઠાવી લઇ આકરી પુછતાછ કરતાં તેણે ચોરી કબુલી હતી અને ૩૦ હજાર રોકડ કાઢી આપી હતી. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(3:56 pm IST)