Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

હાર્દિક પટેલના સમર્થનમાં સાવરકુંડલા ખાતે પાસ સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસ

 સાવરકુંડલા તા. ૩૦ : પાટીદાર સમાજને બંધારણીય અનામત અને ખેડુતોના દેવા માફી માટે હાર્દિક પટેલ દ્વારા ઉપવાસ આંદોલન ચાલુ કરાયુ છે. તેના સમર્થનમાં સાવરકુંડલા પાસ દ્વારા પટેલ વાડી ખાતે એક દિવસના તા.૩૦/૮/૧૮ ના રોજ પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ આંદોલનમાં શહેર અને ગામડામાંથી મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા પાટીદાર અનામત આંદોલનની સ્થાનિક સમિતિના સભ્યો સર્વશ્રી ચેતન વેકરીયા, વિપુલ જયાણી વનમાળીભાઇ બુહા-પોપટભાઇ કાછડીયા-નિકુલ જયાણી-હાર્દિક કાનાણી કલ્પેશ કાનાણી-મેહુલ વેકરીયા-વિપુલ સાલાણી, ભાવેશ હિરપરા, દૈનિક ઉમરેટીયા, આશિષ જયાણી સહિત યુવાનો જોડાયા છે.(૬.૧૪)

(3:47 pm IST)