Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જૂનાગઢનાં વધુ એક ગ્રાહકના બેંક ખાતામાંથી રૂ. ૧.૬૦ લાખ ગાયબ

જૂનાગઢ તા. ૩૦: જુનાગઢમાં ખામધ્રોલ રોડ પર આવેલ પૂનમ પાર્ક સોસાયટીમાં રહેતાં નોકરીયાત રાજેશભાઇ લક્ષ્મીનારાયણ શર્મા (ઉ.વ. ૪૦) જૂનાગઢમાં મોતીબાગ પાસેની એસબીઆઇ બેંકમાં ખાતું ધરાવે છે. પરંતુ અજાણ્યા શખ્સો કોમ્પ્યુટર સ્ત્રોતના આધારે રાજેશભાઇનાં ખાતામાંથી રૂ. ૪૦-૪૦ મળી રૂ. ૮૦ હજાર અને અન્યનાં બેંક ખાતામાંથી પણ રૂ. ૮૦ હજાર મળી કુલ રૂ. ૧.૬૦ લાખની રકમ ઉપાડી લઇ ચોરી કરી લીધી હતી. આ અંગેની ફરિયાદના આધારે એસ.ઓ.જી.ના પી.આઇ. જે. એમ. વાળાએ તપાસ હાથ ધરી છે. (૭.૧૮)

(3:46 pm IST)