Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

તળાજાના પિપરલા ગામે નાગ પંચમીએ નાગદેવાતાના દર્શન

જો શ્રદ્વાનો હોઇ વિષય તો પુરાવાની શી જરૂર છેઃ છેલ્લા ૧૦ વર્ષથી મંદિર પરિસરમાં બે નાગદેવતા બે-ચાર દિવસ દર્શન આપે છેઃ સરમાળિયા દાદા અને ખેતલીયા દાદાના મંદિરો છે

 ભાવનગર તા.૩૦ : જો શ્રદ્ધાનો હોઇ વિષય તો પુરાવાની શી જરૂર છે...આ કહેવતને ચરિતાર્થ કરતો કિસ્સો તળાજાના પિપરલા ગામે આવેલ નાગદેવતના બે મંદિરોને લઇ શ્રદ્ધાળુઓ અનુભવે છે.અહીં નાગ પાંચમનો તહેવાર ધામધુમે ઉજવાય છ.ે આ સમયે સાક્ષાત બે નાગ અહી લોકોની વચ્ચે ઉપસ્થિત રહે છે.

હિન્દુ ધર્મગ્રંથોમાં સરીસૃપ પ્રાણી એવા નાગને પણ નાગદેવતા તરીકે પુજન કરવાનો મહીમાં દર્શાવાયો છે. શ્રાવણ માસના સુદ પક્ષમાં આવતી પાંચમના રોજ નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે. ગૃહીણીઓ નાગદેવતાની ઘરે પુજા કરે છે. પરંતુ તળાજા તાલુકાના પિપરલા ગામે ભકતજનો દ્વારા સરમાળીયા અને ખેતલીયાદાદાના બે મંદિરો બંધાવેલા છ.ે

મંદિરના પૂજારી મુનાગીરી ગૌસ્વામીના જણાવ્યા પ્રમાણે છેલ્લા દસવર્ષથી અહીં સાક્ષાત બે નાગ દર્શન દેવા આવે છે. મંદિર પરીસરમાં લોકોની વચ્ચે બન્ને નાગ આવે છે. ભકતજનો દ્વારા બેને નાગદેવતાને દુધનો પ્રસાદ ધરવામાં આવે છે. સવાર-સાંજ બન્ને મંદિરોમાં નાગપાંચમના દિવસે આરતી કરવામાં આવે છે.

આવતીકાલે, શુક્રવારના રોજ નાગપાંચમ હોઇ છેલ્લા ચારેક દિવસથી અહીં બે નાગ દેવતાનાલોકો આસાનીથી ફોટાઓ પાડી પણ શકે છે.

મંદિરના ભકત મંડળ દ્વારા નાગપાંચમના દિવસે નાગદેવતાના દર્શન કરવા પુજન કરવા તથા સવારે ૧૦ કલાકે શ્રી સત્યનારાયણ ભગવાની કથામાં લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.હાલ સાક્ષાત બન્ને નાગદેવતા દર્શન આપતા હોઇ ભકતજનોમાં શ્રદ્ધાં સાથે ઉત્સાહ ફેલાયો છે.(૬.૮)

(12:01 pm IST)