Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરની કાયમી નિમણૂક કરવા જામજોધપુરમાં આવેદન

જામજોધપુર તા.૩૦ : ગુજરાત રાજયમાં સરકાર દ્વારા રાજયની તમામ ગ્રામ પંચાયતોને ઇ.વિસવ. ગ્રામ યોજના હેઠળ ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોને સુવિધા મળી રહે તે માટે છેલ્લા ૧૧ વર્ષથી ગ્રામ કોમ્પ્યુટર (વી.સી) નિમણુંક આપવામાં આવી છે. જેથી દરેક ગામડે સાત બારના દાખલા લાઇટબીલ ભરવાની, આવક જાતિના દાખલા વગેરેની સુવિધા ગ્રામ્ય વિસ્તારમાં જ મળી રહે છે.

જેમાં ૪૦ ટકા બહેનો પણ વીસી તરીકે ફરજ બજાવે છે. આ કામ કમીશનના ધોરણે આપવામાં આવેલ છે. પણ આ મોંઘવારી યુગમાં જેનાથી કુટુંબનું જીવન નિર્વાહ ચલાવુ મુશ્કેલ પડે છે તેમજ વીસીની ફરજ બજાવતા લોકોની વય મર્યાદા પુરી થાય હોય અન્ય જગ્યાએ નોકરી પણ મળી શકતી નથી. આવા અનેક પ્રશ્ન હોય જેથી કરીને વી.સી.માં ફરજ બજાવતા લોકોને કાયમી કર્મચારી તરીકેની નિમણુંક આપવા તેમજ કાયમી કર્મચારીઓને મળતા લાભોની સુવિધા આપવા જામજોધપુરમાં મામલતદારશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટર (વીસી) મંડળ જામજોધપુર દ્વારા આવેદનપત્ર આપેલ હતુ.(૪૫.૬)

 

(12:00 pm IST)